For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બસપોર્ટમાં વીજળી ગુલ થવા મામલે કોન્ટ્રાકટરને રૂા.10 હજારનો દંડ કરાયો

05:35 PM Jan 04, 2025 IST | Bhumika
બસપોર્ટમાં વીજળી ગુલ થવા મામલે કોન્ટ્રાકટરને રૂા 10 હજારનો દંડ કરાયો

રાજકોટ એસ.ટી બસ પોર્ટ ઢેબર રોડ પર તારીખ 12/10/2024 ના રાત્રે 8:30 કલાકે લાઈટ બંધ થઈ જતા બસ સ્ટેશનના સમગ્ર વિસ્તારમાં અંધારપાટ છવાયો હતો અને જનરેટર કે બેટરી આધારિત લાઈટની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ ન હતી સાત કલાક મુસાફરોને હાલાકી બેઠવી પડી હતી. લાઈટ ના હોવાને પગલે બાથરૂૂમ અને શૌચાલયમાં પણ પાણી બંધ થતા દેકારો બોલી ગયો હતો.

Advertisement

બસ સ્ટેશનમાં રાઉન્ડ ક્લોક એટલે કે રાત્રિના સમયે પણ બસોની અવરજવર રહેતી હોય ત્યારે અંધાર પટને પગલે બસોના બોર્ડ પણ દેખાતા ન હોય બસ સ્ટેશનમાં અધિકારીઓની હાજરી પણ નહોતી તત્કાલીન સમયે ખામીયુક્ત સેવાને પગલે જવાબદાર ડેપો મેનેજર અને ટ્રાફિક કંટ્રોલર સાથે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ ગજેન્દ્રસિંહ ઝાલાએ વીજબત્તી ગુલ થતા ટેલીફોનિક ધ્યાન દોરી પગલાં ભરવા જણાવેલ પરંતુ લાઈટ શરૂૂ કરવામાં કે જનરેટર શરૂૂ કરવામાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા બેદરકારી અને લાપરવાહી દાખવવામાં આવી હતી જે પગલે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ઉપરોક્ત આગેવાનોએ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કચેરીની વડી કચેરીએ મેનેજિંગ ડાયરેક્ટરને અને રાજકોટના વિભાગીય નિયામક જે.બી કરોતરાને આ ખામીયુક્ત સેવા અને કોન્ટ્રાક્ટર એમ.વી. ઓમની સાયોના, બી.આઈ. પી.એલ. (રાજકોટ) પ્રા. લી., બસ પોર્ટ (GSRTC), રાજકોટને તારીખ 12/10/24 ના દિવસે અંધારપટને પગલે મુસાફર જનતાને થયેલ વિક્ષેપ બદલ ક્ધસેસન એગ્રીમેન્ટ ના શેડ્યુલ નંબર 11 ની જોગવાઈ મુજબ લિકવીડીટી ડેમેજીશ પેટે ₹10,000 નિગમમાં જ ભરપાઈ કરવા જણાવવામાં આવ્યું છે. રાજ્યભરમાં ગુજરાત એસ.ટી માં રોજીંદા 28 લાખ મુસાફરો અપડાઉન કરે છે ત્યારે મુસાફરોને પડતી મુશ્કેલીઓ અંગે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની લાપરવાહી ચલાવી લેવામાં નહીં આવે અને ફરજમાં ગુનાહિત બેદરકારી દાખવવામાં આવશે તો દંડાશે. મુસાફરોને કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના હેલ્પલાઇન નંબર 94262 29396 પર 24 કલાકમાં (રાઉન્ડ ધ ક્લોક) ગમે ત્યારે આધાર પુરાવા સાથે ફરિયાદ કરવા સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, પટેલ નાગજીભાઈ વિરાણી, કૈલાસબેન વાઘેલાએ અપીલ કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement