કોન્ટ્રાકટરે પ્રેમમાં દગો દઇ બીજે સગાઇ કરી લેતા પ્રેમિકાએ ઓફિસમાં ઝેરી ટીકડાં ખાધા
રાજકોટમા કોઠારીયા મેઇન રોડ પર આવેલા મણીનગરમા વિસ્તારમા રહેતી યુવતીને 11 વર્ષ પહેલા કોલેજમા યોજાયેલા મેળામા જુનાગઢના ક્ધટ્રકશનના ધંધાર્થી સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. 11 વર્ષ બાદ પ્રેમીએ ફઇની દિકરી સાથે સગાઇ કરી પ્રેમમા દગો આપતા પ્રેમીકા ઓમનગર સર્કલ પાસે આવેલા પ્રેમીના શાહી ક્ધટ્રકશનની ઓફીસે પહોંચી ઝેરી ટીકડા ખાઇ લીધા હતા. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા કોઠારીયા મેઇન રોડ પર ફાયર બ્રિગેડ પાસે આવેલા વિસ્તારમા રહેતી ર9 વર્ષની યુવતી ગઇકાલે 1પ0 ફુટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે હિતેશ સોંદરવાની શાહી ક્ધટ્રકશની ઓફીસે હતી ત્યારે ઝેરી ટીકડા ખાઇ લીધા હતા. યુવતીને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમીક પુછપરછમા ઝેરી ટીકડા ખાઇ લેનાર યુવતીને 2014 મા કોલેજમા યોજાયેલા મેળામા આવેલા જુનાગઢના હિતેશ સોંદરવા સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો હિતેશ સોંદરવા હાલ ઓમનગર સર્કલ પાસે શાહી ક્ધટ્રકશન નામે ઓફીસ ધરાવે છે. પ્રેમી હિતેશ સોંદરવાએ 11 વર્ષના પ્રેમમા યુવતીને દગો આપી બે માસ પુર્વે ફઇની પુત્રી સાથે સગપણ કરી લીધાની જાણ થતા યુવતી હિતેશ સોંદરવાની ક્ધટ્રકશનની ઓફીસે પહોંચી તે મને દગો કેમ દીધો તેમ કહી ઝેરી ટીકડા ખાઇ લીધા હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ભકિતનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.