કોરોનામાં સતત વધારો: આજે વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા
શહેરમાં કોરોનાના કેસમાં ધીમીગતિએ વધારો જોવા મળી રહ્યો છે ગઈકાલ સુધી 9-10 દર્દીઓ આવ્યા બાદ આજે એક સાથે 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના લીધે તા. 19થી આવેલ પ્રથમ કેસ બાદ આજે 28 દિવસ સુધીમાં કોરોનાના કેસનો આંકડો 156 પર પહોંચ્યો છે. હાલ હોમઆઈસોલેટ થયેલા 61 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અને સાજા થઈ ગયેલા 95 દર્દીઓને રજા આપવામાં આવી છે.
તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આરોગ્ય વિભાગની જાહેર થયેલ સત્તાવાર યાદી મુજબ કોવિડ-19ના આજે વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વોર્ડ નં. 8માં બીગબઝાર પાસે મહિલા ઉ.વ. 31 તથા લક્ષ્મીનગરમાં પુરુષ ઉ.વ. 40, વોર્ડ નં. 14માં વસુંધરા સોસાયટી મહિલા ઉ.વ.27, વોર્ડ નં. 4 સ્વપ્નદીપ સોસાયટી મહિલા ઉ.વ. 19, વોર્ડ નં. 1 ડ્રીમ સીટી મહિલા ઉ.વ.33 તથા આલાપ ગ્રીનસીટી પુરુષ ઉ.વ. 56, વોર્ડ નં. 11 વણકરવાસ તરુણ ઉ.વ.15, વોર્ડ નં. 3 હંસરાજનગર મહિલા ઉ.વ.51 તથા આત્મીય પેલેસ હોટલ પાસે પુરુષ ઉ.વ. 52, વોર્ડ નં. 9 ચંદનપાર્ક મહિલા ઉ.વ. 60 અને છોટુનગર મહિલા ઉ.વ. 29, વોર્ડ નં. 10 નંદનવન સોસાયટી મહિલા ઉ.વ. 61 સહિત 12 નવા કેસ નોંધાયા છે. તે પૈકી વોર્ડ નં. 1 માં ડ્રીમ સીટીમાં આવેલ મહિલાની ટ્રાવેલ્સ હિસ્ટ્રી મુંબઈ હોવાનું જાણવા મળેલ છે. તેમજ વોર્ડ નં. 11 માં આવેલ વણકારવાસના તરુણે અને વોર્ડ નં. 10માં નંદનવન સોસાયટીની મહિલા દર્દીએ વેક્સિનેશનના ડોઝ લીધા ન હોવાનું જાણવા મળેલ છે. જ્યારે બાકીના તમામે વેક્સિનેશનનો કોર્સ પૂર્ણ કરેલ છે. હાલ તમામ દર્દીઓની સ્થિતિ સ્ટ્રેબલ હોવાનું અને તમામને હોમઆઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવામાં આવ્યું છે.