For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સતત અવગણના: બોર્ડ પૂરું થતાં મેયર રિસાઈને નીકળી ગયા

05:28 PM Feb 19, 2025 IST | Bhumika
સતત અવગણના  બોર્ડ પૂરું થતાં મેયર રિસાઈને નીકળી ગયા

અભિનંદન ઠરાવ વાંચતી વખતે મેયરની કોર્પોરેટરો દ્વારા મશ્કરી થઈ હોવાનો અહેસાસ થતાં ગણગણાટ કરતા નીકળી જતાં ભારે ચર્ચા

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે નયનાબેન પેઢડિયાની નિમણુંક થતાં તેમની વિરુદ્ધ એક અલગ મોરચો ઉભો થયો હોય તેવું વાતાવરણ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે. શાંત અને મૃત્દુષ સ્વભાવ ધરાવતા નયનાબેન પેઢડિયાને મેયર પદનો અનુભવ ન હોય તેનો ગેરલાભ અમુક હિતશત્રુઓ દ્વારા તેઓને ભીસમાં લેવાનો સતત પ્રયત્નો થતાં હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા છે. તાજેતરમાં પ્રયાગરાજ પ્રકરણ પર વધારે ગજાવવામાં આવ્યું હતું. અને હવે જનરલ બોર્ડમાં અધ્યક્ષ તરીકે બેઠેલા માયેર અભિનંદન ઠરાવ વાંચતા હતા ત્યારે કોર્પોરેટરો દ્વારા તેમની મજાક ઉડાડાતી હોવાનું તેમના કાને આવતા તેઓ બોર્ડ પુરુ થતાં જ મુંગા મોઢે ગણગણાટ કરતા નિકળી જતા ભારે ચકચાર મચી ગઈ છે અને આ મુદ્દે કોર્પોરેશનમાં પણ ચર્ચાએ જોર પકડ્યું છે.

મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા ક્યારેય ચર્ચામાં આવ્યા નથી પરંતુ મેયરની નિમણુંક સમયે આ પદ મેળવવા માટે લોબીંગ કરનાર અમુક લોકોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો જેના લીધે તે સમયથી જ નયનાબેન પેઢડિયા સતત જુથવાદનો ભોગ બની રહ્યા છે તાજેતરમાં પ્રયાગરાજ સરકારી કાર લઈને ગયા હતાં અને તે પણ કમિશનરની મંજુરી લઈને છતાં આ વિવાદને ભારે ચગાવવામાં આવે તેમજ પ્રતિકિલો મીટર રૂા. બે નું ભાડુ વસુલવામાં આવે છે તેવું જાહેર કરી ભીડવવાનો પ્રયાસ પણ થયો હતો. પરંતુ મેયરે કોમર્શીયલ બાડાના દર પેટે ભાડુ ચુકવી દેતા મામલો ઠંડો પડ્યો હતો.

Advertisement

છતાં અમુક હિતશત્રુઓ દ્વારા સતત તેમની અવગણના થાય તે પ્રકારના કૃત્યો કરવાનું ચાલુ રાખ્યુ ંહોય તેમ આજે જનરલ બોર્ડમાં બજેટ કામગીરી બાદ અભિનંદન ઠરાવ મેયર દ્વારા રજૂ કરવામાં આવેલ નયનાબેન પેઢડિયા અભિનંદન ઠરાવ રજૂ કરતા હતા ત્યારે અમુક નગરસેવકો સહિતના દ્વારા તેમની ભાષા અથવા અન્ય બાબતે મજાક ઉડાવતા હોય તેવી વાત તેમના કાને આવી હોય કે અન્ય કારણોસર મેયર નારાજ થઈને બોર્ડ પુર્ણ થતાં જ કોઈને કીધા વગર ગણગણાટ કરતા નિકળી જતાં ક્યા મુદ્દે મેયર રિસાઈ ગયા છે તે બાબતે ફરી વખત કોર્પોરેશનમાં ચર્ચા જાગી છે.

જનરલ બોર્ડ માંથી મેયર પોતાની ચેમ્બરમાં જતા હોય છે પરંતુ આજે મેયર બોર્ડમાંથી સીધા પોતાના ઘરે જતાં રહેતા આ મુદ્દે કોર્પોરેશનમાં ગણગણાટ ચાલુ થઈ ગયો હતો જૂથવાદનો ભોગ બનેલા મેયરને સાથ આપતા હોય તેવા અમુલ લોકોએ જણાવેલ કે, અભિનંદન ઠરાવ દરમિયાન તમામ નગરસેવકો સહિતનાઓ શાંત બેઠા હોય છે પરંતુ ઠરાવ દરમિયાન અમુક નગરસેવકો મજાક મસ્તી કરતા હોવાનું બહાર આવ્યું છે અને તે દરમિયાન મેયરની બોલવાની રીત તેમજ તેમની કાર્યપ્રણાલીનો મજાક ઉડાવાયો હોય તેવું લાગતું હતું આથી આ વાત મેયરના કાને જતાં તેમણે જનરલ બોર્ડ પુરુ થતાં જ ચાલતી પકડી હતી. અને સતત અવગણના કરવામાં આવી રહી છે અને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવો ગણગણાટ કરતા હોય તેવુ પણ લોકોએ સાંભળ્યું હોવાનું જાણવા મળેલ છે. આથી આજના જનરલ બોર્ડ બાદ પણ મેયરને ફરી વખત જુથવાદનો ભોગ બનવાનો વારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

રાજકોટના પ્રથમ નાગરિક ફક્ત ચેમ્બર પૂરતા: ભારે ચર્ચા
મનપાના મેયર નયનાબેન પેઢડિયાની ઘણા સમયથી પક્ષના અમુક સભ્યો દ્વારા સતત અવગણના થતી હોવાની ચર્ચાએ શહેરભરમાં જોર પકડ્યું છે. મેયર દ્વારા કરવામાં આવતી કામગીરીનો અનુભવ ન હોવાથી નયનાબેન પેઢડિયા પ્રજાલક્ષી નિર્ણયો લેવા માટે સાથી પક્ષોનો તેમજ પદાધિકારીઓનો સહકાર લેતા હોય છે. જેના લીધે છેલ્લા ઘણા સમયથી રાજકોટના પ્રથમ નાગરિકને જાહેર કરવાના થતાં કામો અન્ય પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. મેયરનું પદ ફક્ત તેમને ચેમ્બરમાં બેસાડવા માટે જ આવ્યું હોય તેવુ વાતાવરણ જોવા મળી રહ્યાનું અમુક ભાજપીઓ જ કહી રહ્યા છે અને આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement