રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાંધકામ વેસ્ટ રજિસ્ટ્રેશનનો 1 એપ્રિલથી પ્રારંભ

03:36 PM Mar 30, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરને ગોબરુ કરવામાં અનેક પરિબળોની સાથો સાથ બાંધકામ વેસ્ટ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. જેમાંથી કાયમી છુટકારો મેળવવા માટે મ્યુનિ.કમિશનર આનંદ પટેલે હવે 1 એપ્રિલથી તમામ પ્રકારના બાંધકામો માટે વેસ્ટ રજીસ્ટ્રેશનનો નિયમ આમલ મૂકવાની તૈયારી અંરભી છે. જે મુજબ બાંધકામ સમયે પ્લાન મૂકવામાં આવે ત્યારે તેમાં કોડ આપવામાં આવશે અને બાંધકામ કરનાર તેનો વેસ્ટ નાકરાવડી ખાતે ઠલવવા જયા ત્યારે ત્યાં કોડ જનરેટ કરવાનો રહેશે જેના આધારે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા પ્લાન મંજુર કરવામાં આવશે. પરંતુ જાહેરમાં બાંધકામ વેસ્ટ નાખતા પકડાશે તો ભારે દંડ અને બાંધકામ પરવાનગી રદ કરવા સહિતના પગલા લેવામાં આવશે.

Advertisement

રાજકોટ શહેરમાં રોડ-રસ્તાની આજુબાજુ તેમજ ખાલી પ્લોટ પર બાંધકામ વેસ્ટના ઢગલાઓ ચારે તરફ જોવા મળી રહ્યા છે. જેનો નીકલ કરવામાં મનપાને આંખે આંધરા આવી જાય છે. આથી આ જુની ગેરકાયદેર પદ્ધતિ બંધ કરવવા મ્યુનિ.કમિશનરે નવો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જે મુજબ જુનો બાંધકામ તોડી નવુ બનવવામાં આવે ત્યારે ટી.પી. વિભાગ પાસેથી મંજુરી લેવાની થાય તેમાં બાંધકામ વેસ્ટ નાકરાવાડી ખાતે ઠલવવાનો ઉલ્લેખ કરવામાં આવશે અને બાંધકામ મંજુરી પત્રમાં એક કોડ નાખવામાં આવશે ત્યારબાદ આસામી દ્વારા નાકરાવાડી ખાતે વેસ્ટનો નિકાલ કર્યો ત્યાંથી પરમીશન પત્રમાં આપવામાં આપેલ કોડ જનરેટ કરવામાં આવશે જે ટી.પી. વિભાગમાં ઇન્વડ થશે. જેના આધારે નવા બાંધકામની મંજુરી આપવામાં આવશે. છતાં કોઇ આસામી દ્વારા ભાડાનો ખર્ચેનો કરવો પડે તે માટે શહેરમાં કોઇપણ સ્થળે બાંધકામ વેસ્ટનો નિકાલ કરતા પકડાશે તો નીયત કરેલ દંડ અને બાંધકામની પરવાનગી રદ કરવામાં આવશે.

મ્યનિ.કમિશનર આનંદ પટેલે જણાવેલ કે જુનો બાંધકામ તોડ્યા બાદ તેનો ઇમલાનો નિકાલ તેમજ નવો બાંધકામ કરતી વખતે નીકળતી માટી અને પથ્થરો સહિતનો વેસ્ટ 1 એપ્રિલથી નાકરાવાડી ખાતે ઠલવવાનો રહેશે. જેમાં જુના બાંધકામો માટે લેવામાં આવેલ પરમીશનનો કોડ જનરેટ કરવો ફરજિયાત છે ત્યાર બાદ બાંધકામની મજુરી મળશે તેવી જ રીતે નવા બાંધકામ માટે ભૂ-સ્તર વિભાગ સાથે ટાઇપ કરી તેમના દ્વારા આપવામાં આવેલ ખૂદ કામના મંજૂરીના આધારે કેટલો વેસ્ટ નિકલસે તે નક્કી કરી તે મુજબની વિગત નાકરાવાડી ખાતે મોકલાવી બાંધકામ વેસ્ટ ઠલવવા આવે તેનો વજન કરી નવા બાંધકામની મંજૂરી આપવામાં આવશે. 1 એપ્રિલથી આ નિયમ અમલમાં આવશે નાકરાવાડી ખાતે એક્સલ ઇન્ડ્રસ્ટ્રીઝ દ્વારા વેસ્ટનો પ્રોસ્સીંગ કરી તેમાંથી પેવીંગ બ્લોક બનાવામાં આવશે. અને આ બ્લોકની ખરીદી મનપા નિયત કરેલા ભાવથી કરશે તેમજ કંપની અન્ય સ્થળે પણ બ્લોકનો વેંચાણ કરી શકશે. તેવી જ રીતે બાંધકામ વેસ્ટ નાખવા જનાર વાહનોનો નંબર નોધીંને સીસીટીવી કેમેરા દ્વારા તેમજ જીપીએસ સીસ્ટમથી તેના ઉપર નજર રાખવામાં આવશે આમ 1 અપ્રિલથી શહેરભર માંથી બાંધકામ વેસ્ટનો નિકાલ કરી નવા બાંધકામ વેસ્ટનો નિયમ અમલમાં આવશે.

સૂચિત બાંધકામોના વેસ્ટનું શુ?
શહેરમાંથી બાંધકામ વેસ્ટનો કચરો દુર કરવા મ્યુનિ.કમિશનરે 1 એપ્રિલથી વેસ્ટ રજીસ્ટ્રેશ કાયદો અમલમાં મૂકયો છે. પરંતુ આ નિયમ ફ્કત કાયેદેસર બાંધકામોનેજ લગુ પડે તેવો લાગી રહ્યુ છે. કારણ કે સૂચિત બાંધકામ નવા બને અથવા રીનોવેશન થતુ હોય ત્યારે તેની પરમિશન લેવામાં આવતી નથી. આથી આ બાંધકામ વેસ્ટ આસામીઓ બેધડક જાહેરમાં ઠલવી નખશે તેવી સંભાવના જોવાઇ રહી છે. સૂચિતના બાંધકામોના વેસ્ટ માટે તંત્ર દ્વારા હલ કોઇજાતની સીસ્ટમ બનાવામાં આવી નથી. આથી ભવિષ્યમાં પણ શહેરમાં જાહેરમાં બાંધકામ વેસ્ટ જોવા મળે તો નવાઇ નહીં લાગે.

1 એપ્રિલથી અનેક પ્રકારના ટેક્સનું ભારણ વધશે

મહાનગરપાલિકા દ્વારા 1 એપ્રિલથી અનેક નવા નિયમોની અમલવારી કરવા જઇ રહી છે. જેમાં ચાલુ બજેટમાં જોગવાઇ કરવામાં આવેલ છે. તેવા જળ સંચય ચાર્જ સહિતના અનેક નવા ચાર્જ ચૂકવવા માટે લોકોએ તૈયાર રહેવુ પડશે જેની સામે વેરાવળતર યોજના સહિતના લાભો પણ લોકોને મળવા પત્ર છે. છતા નવા વર્ષેથી પ્રજા ઉપર અમુક પ્રકારનો વધારાનો ટેક્સનો બોજ શરૂ થઇ જશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newswaste registration
Advertisement
Next Article
Advertisement