બે ફૂટથી વધારાના ફ્લાવર બેડના બાંધકામને મંજૂરી નહીં
મકાન બહાર રોડ દબાવી બગીચા ખડકી દેતા લોકોને બ્રેક, મ્યુનિ. કમિશનરે કર્યો પરિપત્ર
રાજકોટ શહેરનું વ્યાપ વધતાની સાથો સાથ ગેરકાયદેસર બાંધકામોમાં પણ વધારો થવા લાગ્યો છે. અત્યાર સુધી પટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા અનેક કિસ્સાઓમાં બાંધછોડ કરવામાં આવતી હતી. અથવા ભ્રષ્ટાચાર આચરી બાંધકામોને લીલીઝંડી અપાતી હતી. જેનો લાભ બિલ્ડરોએ પણ લીધો હતો. આજ સુધીમાં અનેક મોટા બાંધકામોમાં ફ્લાવર બેડના નામે ચાર ફૂટ સુધીનું માર્જિન દબાવી દેવામાં આવતું હતું. જે મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈના ધ્યાને આવતા બે ફૂટથી વધારાના ફ્લાવર બેડના બાંધકામને મંજુરી ન આપવી તેમજ બાંધકામ પ્લાનમાં ફ્લાવર બેડનો ઉલ્લેખ હોય તો જ પ્લાન મંજુર કરવા માટેનો પરીપત્ર તૈયાર કરી ટાઉન પ્લાનીંગ વિભાગને કડક સુચના આપી છે. શહેરમાં હાલ બહુમંજીલી રહેણાકની ઈમારતનો ક્રેઝ વધવા લાગ્યો છે.
જમીનોના ભાવ ભડકે બળતા હવે ના છૂટકે બિલ્ડરોએ ટેનામેટના બદલે ઈમારતો બનાવવાની ફરજ પડી છે. જેની સામે મધ્યમ વર્ગના પરિવારોને પણ સસ્તુ અને સરળતાથી ઘરનું ઘર મળી રહે તેવા પ્રોજેક્ટોમાં સતત વધારો થવા લાગ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી બંગલો અથવા રહેણાક તેમજ કોમર્શીયલ ઈમારતોના બાંધકામ પ્લાનમાં ફ્લાવર બેડ અંગેની નોંંધ કરવામાં આવતી ન હતી. અને ફક્ત મૌખીક સુચનાના આધારે બે ફૂટ પાવર બ્લેડ મુકી માર્જીનની જગ્યામાં કપાત મુકાતો હતો જેમાં અમુક બિલ્ડરો દ્વારા બે ફૂટના નામે ચાર ફૂટ સુધીનું ફ્લાવર બેડ મુકી ટાઉન પ્લાનીંગ વિભાગના ખિસ્સા ગરમ કરી દેવાતા હતાં. અને અત્યાર સુધીમાં આ પ્રકારના અનેક બાંધકામો થઈ ગયાની ટીપી વિભાગના ખાસ સુત્રોએ ફરિયાદ કરતા મ્યુનિસિપલ કમિશનરે આ બાબતની જીણવટભરી તપાસ કરી પરિપત્ર તૈયાર કર્યો છે. જે મુજબ હવે નવા બાંધકામના પ્લાનમાં બે ફૂટ ફ્લાવર બેડનો ઉલ્લેખ ફરજિયાત બનાવ્યો છે. જે લોકોને ફ્લાવર બેડની જરૂર ન હોય અને બાંધકામ તૈયાર થયા બાદ જરૂરિયાત ઉભી થાય ત્યારે પ્લાનમાં ફ્લાવર બેડ માટેના સુધારા વધારા કરી શકાશે નહીં. જો પ્લાન મંજુર કરાવતી વખતે ફ્લાવર બેડનો ઉલ્લેખ હશે તો જ બે ફૂટ ફ્લાવર બેડની જગ્યા ફાળવવામાં આવશે. તેવી જ રીતે કમ્પલીશન સમયે ફ્લાવરબેડનું માપ પણ કરવામાં આવશે. જેના લીધે વધારાના બાંધકામ થકી રોડ ઉપર થતાં દબાણો હવેથી બંધ થશે.
રાજકોટ મહાપાલિકાના ભ્રષ્ટ ટી.પી. તંત્ર દ્વારા વર્ષો સુધી ફ્લાવર બેડના નામે કરાયેલી માર્જિન પ્રોજકશનના બાંધકામને હવે બેક મારવામાં આવનાર છે. આ માટે નવો પરિપત્ર કરવામાં આવનાર હોવાની વિગતો પ્રાપ્ત થાય છે. સાગઠીયાના કાર્યકાળમાં ફલાવર બેડના નામે 2 ફૂટના માર્જિન બાંધકામ આપવામાં આવતા હતા પણ નકશા ઉપર દર્શાવવાની જરૂૂર જ રહેતી નહિ. જો -નકશામાં આવુ બાંધકામ દર્શાવેલ હોય તો તે પાસ કરવામાં આવતું નહિ.હવે મનપા દ્વારા સ્પષ્ટ પોલિસી બનાવવામાં આવી રહી છે જે અંતર્ગત 2 ફૂટથી વધારાના કોઈ બાંધકામ માર્જિન પ્રોજેકશનમાં નહિ ચલાવી લેવાય. અગાઉ રૂૂડામાં આવા નકશા પાસ થયેલા છે પણ મનપામાં બધુ ઓને ઓન ચાલ્યું છે. રાજકોટ મનપાની ટી.પી. શાખામાં પ્રોજેકેશનમાં 2 ફૂટના ફ્લાવર બેડ બનાવીને તેને લંબાવી દેવાતા હતા અને બિલ્ડરો છૂટથી ગ્રાહકો પાસેથી પૈસા પણ લઈ લેતા હતા જેનો હિસ્સો ટી.પી. સુધી પહોંચતો હતો. 2 ફૂટના ફ્લાવર બેડ કેટલાક બિલ્ડીંગોમાં 4-4 ફૂટ સુધી પણ લંબાવી દેવાતા હતા અને તેની સામે આંખ આડા કાન કરવામાં આવતા હતા. હવે જયારે ટી.પી.નું નવિનીકરણ કરવા કમિશનર ડી.પી. દેસાઈ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે 2 ફૂટના ફ્લાવર બેડ પ્રોજેકશન સિવાય કશા ઉપયોગમાં નહિ લઈ શકાય આ માટે સ્પષ્ટ ગાઈડ લાઈન આપી દેવામાં આવનાર હોવાની વિગતો પ્રાપ્ત થાય છે.
બાલ્કનીના નામે ગ્રાહકો પાસેથી ખંખેરાય છે પૈસા
શહેરમાં હાલમાં બનતી રહેણાકની ઈમારતોમાં વધુમાં વધુ બાલ્કનીની જગ્યા ફાળવવામાં આવી રહી છે. જેનુ મુખ્ય કારણ એફએસઆઈમાં મળતી છુટછાટ અને તેના પૈસા બિલ્ડરોને ભરવાના થતાં નથી જેની સામે ગ્રાહક પાસેથી કારપેટના નામે બાલ્કનીની ગણતરી કરી વધુ પૈસા ગ્રાહક પાસેથી લઈ લેતા હોવાનું જાણવા મળેલ છે. આથી તંત્ર દ્વારા એક નિયમ બનાવવામાં આવે ત્યાં બીજા નિયમની છટકબારી શોધી અમુક બિલ્ડરો દ્વારા ઉઘરાણા કરી ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે.