રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજ્યમાં 172 નવી સરકારી મા.શાળાઓનું નિર્માણ

05:34 PM Feb 02, 2024 IST | Bhumika
Advertisement

શિક્ષણ વિભાગ માટે કુલ 55114 કરોડની જોગવાઈ, ગત વર્ષ કરતાં 11463 કરોડનો વધારો: લક્ષ્મી યોજના માટે રૂા. 1250 કરોડ ફાળવાયા

Advertisement

ગુજરાત સરકાર દ્વારા આજે રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ વિભાગ માટે 11463 કરોડના વધારા સાથે રૂા. 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈમાં દિકરીઓ માટે લક્ષ્મી યોજના હેઠળ રૂા. 1250 કરોડ, મિશન સ્કૂલ ઓફ એક્સીલન્સ માટે રૂા. 3000 કરોડની ફાળવણી કરાઈ છે તેમજ રાજ્યની નવી 172 માધ્યમિક શાળાનું નિર્માણ કરવામાં આવશે.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દિકરીઓ માટે નમો લક્ષ્મી યોજના હેઠળ સહાય આપવા 1250 કરોડ, ધોરણ-11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નમો સરસ્વતી યોજના હેઠળ સહાય માટે 250 કરોડ, મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે 3000 કરોડની જોગવાઈ કરાઈ છે. હાલ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને 130 કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્સપોર્ટ સુવિધા મળી રહી છે. આ યોજનાનો વ્યાપ વધારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ધોરણ-9 થી 12 ના અંદાજિત 1 લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય આપવામાં આવશે. આ યોજના માટે ન260 કરોડ અને વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવા પી.એમ.પોષણ યોજના અંતર્ગત 1400 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (એમવાયએસવાય) અંતર્ગત અંદાજે 75 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા 400 કરોડ, મુખ્યમંત્રી ક્ધયા કેળવણી નિધિ યોજના (એમકેકેએન) અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી 4500 વિદ્યાર્થીનીઓને સહાય આપવા ન160 કરોડ બિન આદિજાતિ વિસ્તારની 08 અને આદિજાતિ વિસ્તારની 02 એમ કુલ 10 નવી સરકારી કોલેજોના મકાન બાંધકામ અને વર્તમાન કોલેજોમાં વધારાની સુવિધા ઉભી કરવાના કામો, રખરખાવના કામો તથા જૂના અને હેરિટેજ બિલ્ડિંગના રિસ્ટોરેશનના કામો માટે 134 કરોડ, રાજ્યની સ્ટેટ યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકીય સુવિધાઓના વિકાસ માટે ન101 કરોડ, શોધ યોજના અંતર્ગત પી.એચ.ડી. કોર્સમાં સંશોધન કરતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન પ્રત્યે અભિમુખ કરવા માટે 2000 વિદ્યાર્થીઓને સહાય આપવા 40 કરોડની જોગવાઇ કરાઈ છે.
ઉપરાંત મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના (ઈખજજ) અંતર્ગત 2500 વિદ્યાર્થીઓને સહાય આપવા 30 કરોડ, માધ્યમિક શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ સાથે સામાન્ય નાગરિકો માટે ગુજરાત જ્ઞાન ગુરૂૂ ક્વિઝ અંતર્ગત ન30 કરોડની જોગવાઇ. સરકારી ટેકનિકલ સંસ્થાઓનાં આધુનિકીકરણ, માળખાકીય સુવિધાઓ, નવા ભૌતિક સંસાધનો તેમજ હયાત વર્ગખંડો/પ્રયોગશાળાઓને સ્માર્ટ ક્લાસરૂૂમ અને સ્માર્ટ લેબમાં રૂૂપાંતરિત કરવા 198 કરોડ, સ્ટાર્ટઅપને વધુ વેગ મળે તે માટે નવનિર્મિત આઈ-હબ ખાતેનાં સ્ટાર્ટઅપ વર્ક સ્ટેશન તેમજ સરકારી ટેકનિકલ સંસ્થાઓના વિવિધ ભવનોના સંચલન અને નિભાવણી માટે ન42 કરોડ, સરકારી ડીગ્રી ઈજનેરી/પોલીટેકનીક કોલેજો ખાતે ભાવિ ક્ષેત્રો જેવા કે ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી, ફિનટેક વગેરેના સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના તેમજ સ્પોર્ટસ ટેકનોલોજી સેન્ટરની સ્થાપના માટે 35 કરોડ અને ફ્યુચરિસ્ટિક તેમજ ડિસરપ્ટિવ ટેકનોલોજી ક્ષેત્રે સરકારી ઈજનેરી કોલેજો ખાતે રિસર્ચ પાર્ક સ્થાપવા ન10 કરોડની જોગવાઈ કરાઈ છે.

Tags :
gujaratGujarat budgetGUJARAT BUDGET 2024gujarat news
Advertisement
Next Article
Advertisement