ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીના ડીઝલ ચોરી કાંડમાં કોન્સ્ટેબલ-જમાદાર સસ્પેન્ડ

06:21 PM Feb 07, 2024 IST | Bhumika
Advertisement

ટેન્કરોમાંથી ડિઝલ ચોરવામાં કોન્સ્ટેબલ ભરત મિયાત્રા સૂત્રધાર

Advertisement

 

મોરબીનાં વીરપરડા ડીઝલ ચોરી પ્રકરણમાં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા ડીઝલ ચોરી પ્રકરણમાં સંડોવાયેલ પોલીસ કર્મી ઉપરાંત મોરબી તાલુકા પોલીસ મથકના બીટ જમાદારને સસ્પેન્ડ દેવામાં આવ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ રવિવારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જામનગર માળીયા હાઇવે ઉપર મોરબીના વીરપરડા ગામ પાસે આવેલ ઓમ બન્ના હોટલ સંકુલમાં દરોડો પાડી ટેન્કરમાંથી ડીઝલના જથ્થો ચોરવાના કૌભાંડનો પર્દાફાશ કરી પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ મિયાત્રા સહિત નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી રૂપિયા 47 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા પકડાયેલ પોલીસ કર્મચારી ભરતભાઇ પરબતભાઇ મિયાત્રા અને વિરપરડા ગામના બીટ જમાદાર અર્જુનસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવા હુકમ કરવામાં આવ્યો છે.

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement