ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાડાનો વિવાદ ચગાવવા પાછળ કાવતરૂ: મેયરનો ઘટસ્ફોટ

03:55 PM Feb 14, 2025 IST | Bhumika
Advertisement

બે રૂપિયે કિલોમીટરના ભાડે કાર લઇ જવાનો કોઇ ઠરાવ નથી છતા આવી વાત આવી કયાંથી?

Advertisement

મહાકુંભમાં મારી પાછળ લોકો મોકલ્યા, કાર ઉપર કપડા સુકવવાના ફોટા પાડી મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાનું કૃત્ય

ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મને બદનામ કરવા પ્રયાસો થઇ રહ્યા છે મહિલા મેયરે અંતે આક્રોશ ઠાલવ્યો

રાજકોટના મહિલા મેયર નયનાબેન પેઢડીયા મહાનગર પાલિકાની કાર લઇને મહાકુંભમાં સ્નાન કરવા જતા સર્જાયેલ વિવાદ હવે ભાજપના આંતરિક વિખવાદમાં પલટાઇ રહ્યો છે અને મેયરે આ વિવાદ ચગાવવા પાછળ કાવતરૂ ઘડવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી સનસનાટી મચાવી દીધી છે.

મહાકુંભમાંથી સ્નાન કરીને આવ્યા બાદ મેયરે કારનુ કિલોમીટરના રૂા.12 લેખે ભાડુ ચૂકવી દીધાનુ જણાવ્યુ હતુ. સાથોસાથ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કિલોમીટરે રૂા.2 વસુલવાનો કોઇ પરિપત્ર છે જ નહીં, આ બાબત માત્ર મને બદનામ કરવા માટે જ ઉછાળવામાં આવી છે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન નયનાબેન પેઢરીયાએ પોતાને બદનામ કરવા કે, વિવાદ ઉભો કરવા પાછળ કોઇનુ નામ આપ્યુ ન હતુ પરંતુ પોતે આ બારામા પાર્ટીના હાઇકમાન્ડ સમક્ષ ફરિયાદ કરશે તેવુ જણાવીને પાર્ટીના જ નેતાઓ પાછળ પડયા હોવાનો સ્પષ્ટ નિર્દેશ આપી દીધો હતો.

મહાનગર પાલિકાની કાર લઇને કુંભમાં સ્નાન કરવા જવાની બાબતને મેયર નયનાબેન પેઢડીયાએ કાયદેસર ગણાવી હતી અને પોતે નિયમ મુજબ મ્યુનિ.કમિશનરની મંજુરી લઇને જ ગયા હોવા છતા આ વિવાદ ઉભો કરવા પાછળ તેમણે કાવત્રાની શંકા વ્યકત કરી હતી.બે રૂપિયે કિલોમીટરના ભાડાથી કોર્પોરેશનની કાર લઇ જવા બાબતે મેયર નયનાબેન પેઢડીયાએ સ્પષ્ટ જણાવ્યુ હતુ કે, બે રૂપિયે કિલોમીટરની કોઇ વાત જ નથી: ઠરાવમાં જે ભાવ નક્કી કર્યુ છે તે મુજબ મે ભાડુ પણ ભરી દીધુ છે.

જો કે, પ્રદેશમાં રજૂઆત બાબતે મેયરે વાત ગોળગોળ ફેરવી હતી અને જણાવ્યુ હતુ કે, પ્રદેશમાંથી મને પુછવામા: આવશે તો હું ચોક્કસ બધા જવાબો આપીશ અને રજૂઆત કરીશ

મેયર નયનાબેન પેઢડીયાએ કહ્યું કે, મને ઝછઙ ગેમઝોન બાદ બદનામ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. કુંભ મેળામા સરકારી ગાડીનો ઉપયોગ અંગે પણ મારા પર સવાલો ઉઠાવ્યા છે. પરંતુ હું મંજુરી લઇને પછી જ સરકારી ગાડી લઇને ગઇ હતી અને જેનો જે બિલ આવ્યું છે તે મેં ભરી પણ દીધુ છે.

આ સમગ્ર મામલે હું હાઈ કમાન્ડને રજૂઆત કરીશ નયનાબેને કહ્યું કે, પહું મહિલા મેયર છું છતાં એક સ્ત્રીની ગરીમા જાળવણી કરવામાં આવતી નથી, આ મામલા માટે કોઈનું નામ આપવું નથી પણ આવું ન કરવું જોઈએ. જ્યારે હું મહાકુંભમાં હતી ત્યારે મારી પાછળ કોઈએ લોકો મોકલ્યા હતા અને આ આખું કાવતરું ઘડવામાં આવ્યું છે. એક મહિલા સાથે આ પ્રકારનું વર્તન કરવું તે યોગ્ય નથી.

મેયર નયના બેન પેઢરિયાના મહાકુંભનો પ્રવાસ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે કે, જ્યારે ગાડી ઉપર કપડા સુકાવ્યા નહોતા માત્ર ચુંદડી સુકાવી હતી. તેમણે કહ્યું કે, હું મારા પરિવાર સાથે મહાકુંભના પ્રવાસે ગઈ હતી. પરંતુ ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

મેયરના નામે મહાકુંભમાં રૂમ કોણે બુક કરાવ્યા?
રાજકોટના મેયર કુંભયાત્રામાં કોર્પોરેશનની કારના વિવાદ વચ્ચે એક નવો જ ફણગો ફૂટયો છે. મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યુ હતુ કે, અમે પ્રયાગરાજમાં ગુજરાતી પેવેલિયનમાં પહોંચી રૂમ માટે ઇન્કવાયરી કરી તો ત્યાથી જવાબ મળ્યો હતો કે, તમારા નામે બે રૂમ બુક છે. મેયરે રૂમ બુક કોણે કરાવ્યા ? તેવુ પુછતા સામેના વ્યકિતએ જણાવ્યુ હતુ કે, અમને તો કોલ આવ્યો હતો કે, રાજકોટના મેયર કુંભમાં આવી રહ્યા છે. તેના માટે બે રૂમ બુક કરવાના છે. અમે રૂમ બુક કરી દીધા છે. આમ મેયરે માંગ્યા વગર તેના નામે રૂમ બુક કરાવવાની બાબત પણ શંકાસ્પદ ગણાવાય છે.

ભાડા બાદ સાયરનનો વિવાદ; ભાજપમાં હવે ખુલ્લી લડાઇ?
ગુજરાતમાં સતા પરિવર્તન બાદથી રાજકોટ ભાજપમાં શરૂ થયેલા જૂથવાદ વચ્ચે મહાનગર પાલિકાના શાસકોમાં પણ અંદરખાને ચાલતો જૂથવાદ હવે બહાર આવ્યો છે. મેયર નયનાબેન પેઢડીયાની કુંભયાત્રાથી માંડી તેની કારના ભાડાનો વિવાદ ચગાવવામાં અને ત્યારબાદ મહાનગર પદાધિકારીઓની કાર પરના સાયરનનો વિવાદ ચગાવવામાં ભાજપના બે જૂથોની આંતરિક લડાઇનું પરિણા માનવામાં આવી રહ્યુ છે. મહાનગર પાલિકાના વિહવટમાં મેયરની ઉપેક્ષાનો મુદ્દો પણ ચર્ચાસ્પ બન્યો છે. આ ઉપરાંત એક હથ્થુ વહિવટના કારણે કોર્પોરેટરોમાં અંદરખાને પ્રવર્તતી નારાજગી પણ ધીરેધીરે બહાર આવી રહી છે. આગામી એક વર્ષમાં જ કોર્પોરેશનની ચૂંટણી યોજાનાર છે તે પુર્વે ભાજપના જૂથો વચ્ચે ચાલતી આંતરિક લડાઇ હવે ખૂલ્લી પડી રહી છે. આગામી દિવસોમાં નવા પ્રદેશ પ્રમુખ અને નવા શહેર ભાજપ પ્રમુખની નિમણુક બાદ ફરી કોર્પોરેશનની સતાનું કેન્દ્ર બદલાય તેવી શકયતા જોવાઇ રહી છે.

Tags :
gujaratgujarat newsMahakumbhrajkotrajkot mayorrajkot news
Advertisement
Next Article
Advertisement