રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પોરબંદર મધદરીયે પકડાયેલ 3300 કિલો ડ્રગ્સમાં ‘ડી’ ગેંગનું કનેક્શન

12:18 PM Mar 02, 2024 IST | Bhumika
Advertisement

NCBએ બુધવારે કરેલા ઓપરેશન સાગર મંથન હેઠળ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સ ક્ધસાઇનમેન્ટ પકડ્યો હતો. અગાઉ NCBમાત્ર જમીન પર જ ડ્રગ્સનું ઓપરેશન પાર પાડતી હતી. પરંતુ આ ઓપરેશનમાં નેવી અને ગુજરાત અઝજની મદદથી ગઈઇએ 3300 કિલો ડ્રગ્સ રિકવર કરીને ઈતિહાસ રચ્યો હતો. આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 1300 કરોડ રૂૂપિયાની આસપાસ છે.

Advertisement

આ કેસમાં ગઈઇએ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાંથી 1 પાકિસ્તાની અને 4 ઈરાનના છે. આરોપીની પૂછપરછ દરમિયાન પાકિસ્તાનનું ષડયંત્ર બહાર આવ્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ડ્રગ્સના આટલા મોટા ક્ધસાઈનમેન્ટ પાછળ પાકિસ્તાનના સૌથી મોટા ડ્રગ સ્મગલર અને દાઉદ ઈબ્રાહિમના નજીકના હાજી સલીમનો હાથ છે. અગાઉ પણ NCBદ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સમુદ્ર ગુપ્તામાં દાઉદના નજીકના હાજી સલીમનું નામ સામે આવ્યું હતું.

NCBના DDG  જ્ઞાનેશ્વર સિંહે કહ્યું, આરોપીઓની પૂછપરછ દરમિયાન પાકિસ્તાની નાગરિક મોહમ્મદ ચરિઝાઈએ બતાવ્યું કે, તે હાજી મોહમ્મદના કહેવાથી આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ભારતમાં લાવ્યો હતો. દાઉદનો નજીકનો સહયોગી હાજી સલીમ દર વખતે નવા નામનો ઉપયોગ કરે છે. આ વખતે તેણે પોતાનું નામ હાજી મોહમ્મદ રાખ્યું હતું. ગઈઇએ જથ્થો પકડ્યો તેનાથી પણ પાકિસ્તાનનું ષડયંત્ર સ્પષ્ટ થાય છે.DDG  જ્ઞાનેશ્વર સિંહે કહ્યું, આ પાંચ લોકો ઈરાનના ચાબહાર બંદરેથી એકસાથે નીકળ્યા હતા. ચાબહારથી જ સીધા ભારત તરફ આવ્યા હતા. પેકેજિંગ મટિરિયલ અને સપ્લાયરનું કનેક્શન પણ પાકિસ્તાનથી મળી રહ્યું છે. આ લોકો સીધા જ બોટ દ્વારા ઈરાનથી ભારત તરફ આવી રહ્યા હતા.

NCBના DDG  ઓપરેશન જ્ઞાનેશ્વર સિંહના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ એક મોટું ષડયંત્ર રચી રહ્યું છે, કારણ કે પાકિસ્તાન ભારતમાં ડ્રગ્સનો પ્રચાર કરીને નિર્દોષ યુવાનોને ખોખલા કરવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ NCBદર વખતે પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે.વધુમાં તેમણે કહ્યું કે, જે પણ પૈસા આવે છે, તે તમામ નાણાંનો ઉપયોગ ગુનાહિત નેટવર્કમાં થાય છે. ડ્રગ્સમાંથી જે પૈસા આવે છે, પાકિસ્તાન તેનાથી ગુનાહિત પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડે છે. જેનો અમે યોગ્ય જવાબ આપી રહ્યા છીએ.

NCBના જ્ઞાનેશ્વર સિંહે જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રગ્સના આટલા મોટા ક્ધસાઇનમેન્ટ માટેના પૈસા હવાલા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેની તપાસ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, ગઈઇએ આરોપીઓ પાસેથી 1 સેટેલાઇટ ફોન અને 4 મોબાઇલ ફોન રિકવર કર્યા છે. જેની ફોરેન્સિકલી તપાસ પણ કરવામાં આવી રહી છે જેથી આ સમગ્ર નેટવર્કને જડમૂળથી ઉખાડી શકાય.તેણે કહ્યું, એનસીબી હવે એ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે ભારતમાં ડ્રગ્સનો આટલો મોટો જથ્થો મેળવનાર વ્યક્તિ કોણ હતો. આટલો મોટો ડ્રગ્સનો જથ્થો કોને પહોંચાડવાનો હતો. આ સમગ્ર નેટવર્ક ટૂંક સમયમાં પર્દાફાશ થશે.

ડ્રગ્સના નાણાનો આતંકવાદી સંગઠનમાં ઉપયોગ થતો હતો

સૌારાષ્ટ્રનાં બંદરો પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાય છે ત્યારે તાજેતરમાં પોરબંદર મધદરિયે નાર્કોટીકસ બ્યુરો, એટીએસ અને નેવી દ્વારા સુપર ઓપરેશન પાર પાડી 3300 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લઈ પાંચ શખ્સોની ધરપકડ કરી છે ત્યારે એનસીપીની તપાસમાં ડ્રગ્સનો જથ્થો કુખ્યાત ડી ગેંગે મોકલાવ્યો હતો અને ડ્રગ્સના નાણા હવાલા મારફતે મેળવ્યા બાદ નાણાં આતંકવાદી સંગઠન અને ભારત વિરોધી પ્રવૃતિ પાછળ વાપરવામાં આવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

Tags :
drugsgujaratgujarat newsindiaindia newsPorbandarPorbandar newsPorbandar sea
Advertisement
Next Article
Advertisement