વેરાવળ પીજીવીસીએલમાં ચાલતા કૌભાંડ અંગે કોંગ્રેસની રજૂઆત
પશ્ચિમ ગુજરાત વિજ કંપનીમાં ચાલતા કૌભાંડ અંગે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ બિલ્ડર એસો. દ્વારા ડેપ્યુટી કલેકટર સહીતના લાગતા વળગતાઓને લેખીત રજૂઆત કરી આક્ષેપ કરેલ હોય જે બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.
ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ બિલ્ડર એસો. દ્વારા વેરાવળ તથા પ્રભાસ પાટણ ખાતેની પશ્ચિમ ગુજરાત વિજ કંપની લી.ની કચેરીઓમાં ચાલતા કૈાભાંડ અંગે કરાયેલી રજૂઆતમાં જણાવેલ કે, વેરાવળ તથા પ્રભાસ પાટણ ખાતે આવેલ સબ ડીવીઝન તથા ડીવીઝન કચેરીમાં જે તે લાગતા વળગતા ઈજને2 તથા મુખ્ય અધિકારીઓ તથા સ્ટાફના કર્મચારીઓ મળી અને સરકારી પ્રોપર્ટીને નુકશાન પહોચાડતા હોવાનો આક્ષેપ કરેલ છે. (1) ભંગાર કૈાભાંડ (2) નવા મટીરીયલ્સને જુનામાં ફેરવી અને ભંગારમાં વહેંચી મારવાના કૈાભાંડ (3) ખોટા રીપોર્ટ તૈયાર કરી અને વહેચણી કરવાના કાભાંડ (4) વાહન વ્યવસ્થાના ટ્રાન્સપોર્ટ કૈાભાંડ (5) અન્ય કૈાભાંડો સહીતના મુદે તપાસ કરી અને તાત્કાલીક કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.
આ મુદાઓનુ વહેલી તકે નિરાકરણ કરી સરકારી પ્રોપર્ટીને બચાવવાની માંગ કરેલ છે અને તાત્કાલીક પગલા લેવામાં નહી આવે તો પુરાવાઓ સાથે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડનાર હોવાનું જણાવેલ છે. આ રજૂઆતની જાણ (1) કનુભાઈ દેસાઈ (મંત્રી નાણા,ઉર્જા અને પેટ્રો કેમીકલ્સ), (2) એમ. જે. હાંસલીયા, (ઈન્ચાર્જ, નાયબ મુખ્ય વિદ્યુત નિરીક્ષક) (3) સચિવ લા.બોર્ડની કચેરી, ગાંધીનગર (4) વીમલભાઈ ચુડાસમા, ધારાસભ્ય, સોમનાથ) સહીતનાને મોકલેલ હોવાનું ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ બિલ્ડર એસો.ના રમેશભાઇ સવનીયાએ એક યાદીમાં જણાવેલ છે.