સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અને સ્પીડ બ્રેકરના મુદ્દે કોંગ્રેસનું આવેદન
રાજકોટ સિવિલ હોસ્પિટલમા ફાયર સેફટીનાં નામે કરોડો રૂપીયાનાં બિલ પાસ કરાવી સુવિધાનાં નામે લોલીપોપ આપતા કૌભાંડીયા અધિકારીઓ.... છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસ અને મીડીયા દ્વારા આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવામા આવ્યો હોવા છતા સિવીલની માનીતી એજન્સીઓનાં બિલ પાસ કરાવીને પ્રજાનાં રૂપિયા લુંટવામા આવી રહયા છે.નવી ફાયર સેફટીનુ ટેન્ડર વીસ લાખ રૂપીયાનુ રાખવામા આવ્યુ એ જોતા જ લાગે કે સિવીલ તંત્ર અને ફાયર એજન્સીની મિલી ભગત છે કારણકે ફાયરનાં સાધનોનો હિસાબ માંડીએ તો આખી સિસ્ટમ ચાલુ કરવા માટે હાઇડ્રોલીક પંપની બેટરી, સ્મોકર ડિરેકટર, વાયરીંગ પેનલ ઉપરાંત અન્ય સાધનોની અંદાજીત કિંમત દોઢ થી બે કરોડ રૂપીયા થાય અને ટેન્ડર બહાર પાડવામા આવે માત્ર ર0 લાખ રૂપીયાનુ એટલે કોઇ અન્ય એજન્સી આમા હાથ નાખે નહી અને ફરીથી કોન્ટ્રાકટ જુની એજન્સીને જ મળે.
અને નવા સાધનોનાં ખરીદી તથા જુના સાધનોનાં રીપેરીંગનાં નામે ધીમે ધીમે લાખોનાં બિલ પાસ કરાવી કરોડો રૂપીયા ભેગા કરી લે છે છેલ્લા કેટલાય સમયથી ફાયરનાં આ સાધનો અડધા ચાલુ અને અડધા બંધ હાલતમા છે તે એમનાં એમ જ જોવા મળી રહયા છે.
અરે ફાયરનાં બાટલાઓનાં સર્ટીફીકેટમા પણ ગફલા જોવા મળી રહયા છે. રાજકોટ કોંગ્રેસ હાથ સે હાથ જોડો સમિતી પ્રમુખ કલ્પેશભાઇ કુંડલિયા દ્વારા લોક હિતમા વારંવાર સિવીલ તંત્રને આવેદન પત્રો આપ્યા છતા આ હોસ્પિટલ જાણેકે બીજા ટીઆરપી કાંડની રાહ જોઇ રહયુ હોય તેવુ જણાઇ રહયુ છે. અન્ય એક ભ્રષ્ટતાનો નમુનો જોઇએ તો સિવીલનાં હાઇ ટેક રસ્તાઓમા જાણ કે હેવી વાહનોનાં કાફલઓ નીકળતા હોય તેમ લોખંડનાં સ્પીડ બ્રેકર જરુરીયાત કરતા પણ વધુ સંખ્યામા મુકી દેવામા આવ્યા છે આ એક હોસ્પિટલ છે છતા પણ સક્ષમ ડોકટર અધિકારીઓને સમજાતુ નહી હોય કે કોઇ હાર્ટ પેસન્ટ હોય અને જો આવા બ્રેકરથી એમનાં જીવને જોખમ આવે તો કોણ જવાબ આપશે . દર્દીઓને સ્ટ્રેચરમા લઇ જતી વખતે પણ ખુબ તકલીફ વેઠવી પડે છે આ તમામ બાબતો માત્ર ને માત્ર રૂપિયા ભેગા કરવા માટે જ બની રહી હોય તે હવે રાજકોટનાં લોકો પણ જાણી ગયા છે આ તકલીફોથી પ્રજાને રાહત મળે અને આપ અધિકારી નિષ્પક્ષ બનીને તપાસ કરવાની માંગ સાથે આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ .