કોડીનારમાં કોંગ્રેસના સૂપડા સાફ, તમામ 28 બેઠકો પર કમળ ખીલ્યું
04:53 PM Feb 18, 2025 IST
|
Bhumika
Advertisement
30 વર્ષથી ભાજપનું શાસન અકબંધ
Advertisement
કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં વધુ એેક વખત ભાજપનો ભગવો લહેરાયો છે અને 30 વર્ષથી શાસન અકબંધ રાખી ભાજપે તમામ 28 બેઠકો જીતી લીધી છે. જયારે કોંગ્રેસનુ ખાતુ પણ ખૂલ્યુ નથી. ચૂંટણી પહેલા જ 4 બેઠકો ભાજપને બિનહરિફ મળી હતી જયારે બાકીની 24 બેઠકોની ચૂંટણી યોજાતા તમામ બેઠકો ભાજપે જીતી છે. નગરપાલિકાના તમામ સાતેય વોર્ડમાં ભાજપના ઉમેદવારો ચૂંટાઇ આવતા બપોરે વિજેતા ઉમેદવારોનુ ભવ્ય વિજય સરઘસ પણ નીકળ્યુ હતુ. કોડીનારમાં પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીનો દબદબો યથાવત રહ્યો છે.
Next Article
Advertisement