રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોંગ્રેસનો વોકઅવર; રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઊભા નહીં રાખે

01:49 PM Feb 01, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો ઓછા હોવાથી રાજ્યસભાની કોંગ્રેસ ચૂંટણી નહીં લડે. જી હા...કોંગી નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સંખ્યાબળના અભાવે ચૂંટણી પ્રક્રિયાથી કોંગ્રેસ દૂર રહેશે. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં 156 ની પ્રચંડ બહુમતી સાથે, ભાજપ આગામી મહિને યોજાનારી ચાર રાજ્યસભા બેઠકો માટેની આગામી ચૂંટણીમાં ચારે બેઠકો પર બિનહરીફ રીતે કબજો કરવા લગભગ તૈયાર છે.

Advertisement

ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનુ સંખ્યાબળ જોતાં ચારેય બેઠકો ભાજપને ફાળે જાય તેની પુરેપુરી શક્યતા છે. આ ચારેય બેઠકોની ચૂંટણી માટે ભાજપ કોણે સાંસદ તરીકે પસંદ કરશે તે અંગે અત્યારથી રાજકીય અટકળો શરૂૂ થઇ છે. ભાજપને ચાર બેઠક માટે 148 મત જોઇએ, 156 મત અકબંધ છે.

રાજ્યની સભાની આ ચારેય બેઠકો માટે ચૂંટણી યોજાય તો એક સાંસદને જીતવા માટે 37 મત જોઇએ. ચાર બેઠકો જીતવા માટે ભાજપને 148 મતોની જરૂૂર છે. ભાજપ પાસે 156 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, તે જોતાં ચારેય બેઠકો ભાજપ સરળતાથી જીતી જશે. કોંગ્રેસને એક બેઠક માટે પણ 22 મતો ખુટે છે. આ જોતાં કોંગ્રેસ તો ચૂંટણી મેદાને ઉમેદવાર પણ ઉભા નહી રાખે તેવી સ્થિતી સર્જાઇ છે. આમ, ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તેવી પુરેપૂરી શક્યતા જોવાઇ રહી છે.રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારે રાજ્ય વિધાનસભામાં ઓછામાં ઓછા 36 મત મેળવવા જરૂૂરી હોય છે. તમને જણાવી દઈએ કે, ઉમેદવારી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે.

Tags :
gujaratgujarat newspolitical newsPoliticsRajya Sabha elections
Advertisement
Next Article
Advertisement