વોટ ચોરીની પોલ ખોલવા કોંગ્રેસ શેરી-મહોલ્લા ખૂંદશે
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો રાજદીપસિંહજી જાડેજા ની યાદી મુજબ સંસદ ભવન ખાતે ઇન્ડિયા ગઠબંધનના 300 સંસદ સભ્યો સાથે મુખ્ય ચૂંટણી કમિશનરને મતદાર યાદીમાં ગરબડ કરી ભાજપ મતોની ચોરી કરવામાં આવી રહી છે તે અંગે આધારભૂત પુરાવા સાથે શાંતિથી રજૂઆત કરવા જતા 30 ની અટકાયત કરી હતી સરકારે તાનાશાહી, જોહુકમી ચલાવી હતી.
આ લડાઈ કોઈ રાજકીય પક્ષોની લડાઈ નથી પરંતુ બંધારણ અને લોકશાહી બચાવવાની લડાઈ અને ચોખ્ખી મતદાર યાદી ઇન્ડિયા ગઠબંધન ઇચ્છે છે. દેશભરમાં વોટ ચોરી અંગે હાલ હોબાળો થયેલ છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશથી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ટાગોર રોડ પર વિરાણી ચોકમાં પ્લે કાર્ડ બતાવી દેખાવો કરાયા હતા અને તમામ કાર્યકર મિત્રોમાં જનજાગૃતિ અર્થે વોટબેંક માં થતી વોટ ની ચોરી અંગેનો વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની જે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી તેનું રાજકોટના ટાગોર રોડ પરના નાગર બોર્ડિંગ ખાતે નિદર્શન કરવામાં આવ્યું હતું. અને આ કોંગ્રેસના દરેક કાર્યકરોએ જોયા બાદ હવે કોંગ્રેસના કાર્યકરો આ લડાઈ શેરી ગલી સુધી લઈ જઈ અને શાસકોને વોટ બેંકમાં થતી વોટ ચોરી અંગે પ્રજા સમક્ષ શાસકોની પોલ ઉઘાડી પાડશે.
આજના નાગર બોર્ડિંગ ખાતેના કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા, મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકી, સંજયભાઈ અજુડીયા, રહીમભાઈ સોરા, યુનુસભાઇ જુણેજા, કંચનબેન વાળા, ડી પી મકવાણા, કિંજલ દવે, ગોપાલ અનડકટ, અજીતભાઈ વાંક, અશોક વાળા, અવધેશ સેજપાલ, ગીરીશભાઈ તલસાણીયા, રાહુલભાઈ સોલંકી, ઉમરભાઈ સોરા, રોહિત ઝાલા, અનિશ જોશી, પ્રતિક વસોયા, વિનીતસિંહ રાણા, મુકુંદભાઈ ટાંક, મયુરસિંહ પરમાર, જયદીપ મયાત્રા, સંજયભાઈ લાખાણી, નાગજીભાઈ વિરાણી, અહેસાન ચૌહાણ, જીગ્નેશ વાગડિયા, પરેશ સોની, અલ્પેશ કલોલા, ડો. ભરતભાઈ કોયાણી જયેશભાઈ ઠાકોર સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.