For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અગ્નિકાંડના પીડિતો માટે કોંગે્રસ હવે ન્યાયયાત્રા કાઢશે

04:58 PM Jul 13, 2024 IST | admin
અગ્નિકાંડના પીડિતો માટે કોંગે્રસ હવે ન્યાયયાત્રા કાઢશે

તા.1 ઓગસ્ટથી મોરબીમાંથી પ્રારંભ, તા.15મીએ અમદાવાદમાં ધ્વજવંદન: પત્રકાર પરીષદમાં એલાન કરતા આગેવાનો

Advertisement

રાજકોટ ટીઆરપી અગ્નિકાંડના પિડિત પરીવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા વિરોધાત્મક લડાઇ સરકાર સામે શરૂ કરી છે. જેમાં અગાઉ રાજકોટ બંધ કરવામાં આવ્યું હતું. હવે આગામી તા.1 ઓગષ્ટથી તા.15 ઓગષ્ટ સુધી ન્યાયયાત્રા કાઢવા માટેનું એલાન કરવામાં આવ્યું છે.

રાજકોટમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ અને ગુજરાત કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અતુલ રાજાણી દ્વારા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી જેમાં પીડિત પરિવારો એ પોતાની વ્યથા ઠલવી હતી.

Advertisement

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્યો જીગ્નેશભાઈ મેવાણીએ જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનમાં જે સ્વજનો હોય પોતાની વ્યથા રજૂ કરી અને દોઢ મહિનો સુધી તેની રજૂઆતો ઉપેક્ષા નો ભોગ બને છે પીડિત પરિવારો સાથે તેની હાંસી ઉડાડી છે. સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ટીઆરપી ગોમઝોને ભ્રષ્ટાચાર ને મુદ્દે અમે લડ્યા છીએ તો અમોને બળ મળ્યું છે.

સરકારની સામે લડ્યા એટલે રાજકોટમાં ફક્ત ટીઆરપી ગેમ ઝોનમાં ના પીડિત પરિવારોને જ મળ્યા છે મોરબીની ઘટના તક્ષશિલા ની ઘટના કે વડોદરાની હરણી કાંડની ઘટનામાં મુખ્યમંત્રી ક્યારેય કોઈને મળ્યા નથી પરંતુ રાજકોટમાં રેલો આવતા અને પગ નીચેથી ધરતી સરકી જતા મુખ્યમંત્રીને સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા બોલાવી અને બેઠક કરવામાં આવી હતી. જેનું સુરસુરીયું થયું છે મોરબી થી હવે તારીખ 1 ઓગસ્ટથી પદયાત્રા જે ન્યાય યાત્રા બની રહે અને પીડિત પરિવારો સાથે અમો શરૂૂઆત કરવાના છીએ ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ અમદાવાદ 15મી ઓગસ્ટે પહોંચશે ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થશે. હાલમાં પીડીત પરિવારોની માંગ છે કે અમને જીવતે જીવ ન્યાય મળી જાય ઝડપથી ન્યાય સાચો ન્યાય વધુ વળતરની અમારી માંગ છે અને આ તમામ મુદ્દાઓને અમે સમર્થન આપીએ છીએ.

પત્રકાર પરિષદમાં પીડિત પરિવારો અને કોંગ્રેસના આગેવાનોમાં લાલજીભાઈ દેસાઈ, જીગ્નેશભાઈ મેવાણી, પાલભાઈ આંબલીયા, અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, મહેશભાઈ રાજપુત, અશોકસિંહ વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, સંજયભાઈ અંજુડીયા, રાજદીપસિંહ જાડેજા, રણજીતભાઈ મુંધવા, વશરામભાઈ સાગઠીયા, ડી.પી મકવાણા, સુરેશભાઈ બથવાર, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement