ધારાસભાની પેટા ચૂંટણીમાં આપ સાથે ગઠબંધન નહીં કરે કોંગ્રેસ
પાંચેય બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખવાની શક્તિસિંહની જાહેરાત
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરનાર કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ ધારાસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણીમાં ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી છે.લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. લોકસભાની ચૂંટણી ગુજરાતમાં એકસાથે લડી રહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (‘આપ’) ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણીમાં સ્વતંત્ર રીતે લડશે.
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ગુજરાતમાં ભરૂૂચ અને ભાવનગરમાં અઅઙને બે સંસદીય બેઠકો આપી છે, પરંતુ 7 મેના રોજ લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે.વિજાપુર, ખંભાત, માણાવદર અને પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્યોનો સમાવેશ થાય છે, જ્યારે વડોદરાની વાઘોડિયા બેઠક પરથી એક અપક્ષ ઉમેદવારે રાજીનામું આપ્યું હતું. સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક પરથી ‘આપ’ના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામાના કારણે આ બેઠક ખાલી પડી હતી.
પરંતુ વિસાવદરની બેઠકનો મામલો હાઇકોર્ટમાં પેન્ડિંગ હોવાથી પેટાચૂંટણી જાહેર કરવામાં આવી ન હતી. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટતા કરી છે કે, પેટાચૂંટણીમાં અઅઙ સાથે કોઈ ગઠબંધન નહીં થાય. કોંગ્રેસ તમામ પાંચ બેઠકો પર પોતાના સ્વતંત્ર ઉમેદવારો ઉભા રાખશે.