For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ-જેતપુર નેશનલ હાઈ વે મુદ્દે કોંગ્રેસ કરશે જનઆંદોલન

03:58 PM Jun 25, 2025 IST | Bhumika
રાજકોટ જેતપુર નેશનલ હાઈ વે મુદ્દે કોંગ્રેસ કરશે જનઆંદોલન

વૈકલ્પિક રસ્તાઓને તાકીદે બે લેન કરવા, ટેન્ડરની મુદત જાહેર કરવા અને જવાબદાર અધિકારીઓને ઈન્સ્પેકશન તેમજ દબાણરૂપ હોટલ દૂર કરવા રજૂઆત: ધરણાં, ઉપવાસ, ઓફિસના ઘેરાવની ચીમકી

Advertisement

મંથરગતિએ ચાલતી કામગીરીના વિરોધમાં જનહિત હક્ક આંદોલનની જાહેરાત: કામ સંપૂર્ણ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલવા બંધ કરવા માંગ

રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે પર ચાલી રહેલા સિક્સ લેન હાઇવેના નિર્માણ કાર્યને લઈ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી તંત્રની લાલિયાવાડી અને બેદરકારીના કારણે સૌરાષ્ટ્રના લાખો લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે જનહિત હાઇવે હક્ક આંદોલન ની જાહેરાત કરીને રચનાત્મક રીતે કાર્યક્રમો આપીને હવે સૌરાષ્ટ્રવાસીઓના હક માટે લડત આપવાની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરાઈ છે.

Advertisement

કોંગ્રેસના યુવાનેતા અને પ્રવક્તા રોહિતસિંહે રાજપુતે જણાવ્યુ હતુ કે આ હાઇવેના નિર્માણ કાર્યમા હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીથી દરરોજ કલાકો કલાકોના ટ્રાફિક ચક્કાજામો થાય છે,એમ્બ્યુલન્સોને ફસાવાથી દર્દીઓના જીવ જોખમમાં,અકસ્માતોમા ધરખમ વધારો અને વૈકેલ્પિક જે રસ્તાઓમા બનાવ્યા તેમાં પણ કીચડ પાણી અને ખાડાઓથી ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી અમે આ બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) ,કલેક્ટર તંત્ર અને પોલીસ વિભાગને શરૂૂઆતમા આ ગંભીર સમસ્યાઓને ધ્યાન દોરીને તમામ વિભાગો સંકલન કરીને એક સ્થળ પર મીટિંગ યોજે તો કોંગ્રેસના મુખ્ય આગેવાનોનુ ડેલિગેશન રજૂઆત કરીને સમસ્યાઓનો હલ થાય તે પ્રયત્ન કરીશું.જો તંત્ર આ મુદે સકાત્મારક વલણ નહીં દાખવે તો કલેક્ટર ઓફિસ અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફિસનો ઘેરાવ પણ જરૂૂર પડયે કરીશું.

આ મુદ્દે કોંગ્રેસ દ્વારા માંગણીઓ કરવામાં આવી છે. જેમાં સમગ્ર નિર્માણધીન હાઇવેના વૈકલ્પિક રસ્તાઓને તાત્કાલિક બે લેન કરતા વધુ બનાવવામાં આવે, રોડનુ કામ સપૂર્ણ ના થાય ત્યાં સુધી ટોલ વસૂલાત તાત્કાલિક બંધ થાય, રોડના નિર્માણના ટેન્ડરની મુદત શું છે તે જાહેર જાહેર કરવામા આવે, ટ્રાફિકની સમસ્યાના દુર કરવા કલેક્ટર, ટ્રાફિક પોલીસ અને કોન્ટ્રાક્ટર એજન્સી વચ્ચે સંકલનથી દરેક બાબતોને ચોક્કસ સમયે મીટિંગ અને ઇન્સ્પેક્શન કરી સમસ્યાઓ હલના પગલાં લેવાય, હાઇવે પરની દબાણરૂૂપ હોટલો હટાવવામાં આવે, હાઇવે ઓથોરિટીના નિયમોના ભંગ થતા જણાય ત્યાં જવાબદાર કોન્ટ્રાક્ટર એજન્સી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય ઉપરના તમામ મહત્વપૂર્ણ મુદે આવનારા દિવસોમાં જનજાગૃતિ અભિયાન શરૂૂ કરીને આ સમસ્યાથી અસરગ્રસ્ત તમામ વિસ્તારોના રાજકીય અને સામાજિક આગેવાનો,સરપંચો અને જાગૃત નાગરિકોના સહારે રચનાત્મક અને લોકશાહીઢબે ઉગ્ર આંદોલનના મંડાણ કરવાના છે.

શરૂૂઆતી તમામ સબધિત વિભાગોને લેખિત રજૂઆત કરીને ચોક્કસ દિવસોમાં આ ઓફિસોનો ઘેરાવ અને જરૂૂર પડ્યે પ્રતીક ધરણા, રેલી સ્વરૂૂપે ટોલ પ્લાઝા એ વિરોધ કરવાની જાહેરાત કરી છે ખાસ કરીને જ્યાં હાઇવે પર આ સમસ્યાથી પીડિત વાહનચાલકો,હાઇવે પરના અસરગ્રસ્ત ગ્રામજનો અને સામાન્ય જનતા તેમના ફીડબેક, તસવીરો,વીડિયો અને દુ:ખદ અનુભવ શેર કરી શકે અને આ આંદોલનમા જોડાઈ શકે તે માટે ખાસ એક હેલ્પલાઇન શરૂૂ કરવામા આવી છે જેનો મો. 7016837652 છે આ આંદોલનમાં સૌરાષ્ટ્રના આ સમસ્યાથી અસરગ્રસ્ત તમામ જિલ્લોના કોંગ્રેસના પ્રમુખો, ધારાસભ્યો,પૂર્વ ધારાસભ્યો અને પ્રખર સામાજિક આગેવાનોને જોડીને પરિણામલક્ષી આંદોલન કરવાની જાહેરાત કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપૂતે અખબાર યાદીમા કરી હતી

આંદોલનના પ્રમુખ મુદ્દાઓ
1. એકી સાથે તમામ ઓવરબ્રિજ કામ શરૂૂ કરાતા હાઇવે પર ચારેય તરફ ડાઈવર્જન જેથી ટ્રાફિક અરાજકતા ફેલાય
2. ચોમાસામાં રોડ પર ખાડા, કીચડ અને પાણી ભરાવાની ગંભીર સમસ્યા જેથી ટ્રાફિક જામ અને પરિવહન વ્યવસ્થાઓ પર અસર
3. ટ્રાફિકથી અત્યંત વ્યસ્ત હાઇવે માટે કામ કરતી એજન્સી દ્વારા માત્ર સિંગલ લેનનો વૈકલ્પિક માર્ગ બનાવ્યો.
4. એમ્બ્યુલન્સો કલાકો સુધી ફસાતા દર્દીઓના જીવ જોખમમાં.
5. અકસ્માતોના કિસ્સામાં વધારો -તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી.
6. અનેક હોટલનુ હાઇવે પરની સરકારી જગ્યાઓ પર દબાણો જેથી અલ્ટરનેટ રૂૂટ બનાવતા નથી
7. NHAI નિયમ મુજબ નિર્માણધીન માર્ગનુ 75% પૂર્ણ ના થાય અથવા તો રસ્તાની સ્થિતિ યોગ્ય સ્તરે ના હોય તો હાઇવે પર ટોલ વસૂલાત બંધ હોવી જોઈએ છતા બે ટોલ પ્લાઝા પર ખુલ્લેઆમ ઉઘરાણાઓ
8. બે ટોલ પ્લાઝા ઓછામાં ઓછા 60 કિમી અંતરે હોવા જોઈએ પરંતુ આ હાઇવે પર 35 કીમીના અંતરે જ બે ટોલ પ્લાઝા છે જે કેન્દ્ર સરકારના માર્ગ મંત્રાલયના નિયમોનો ભંગ.
9. આ માર્ગ માત્ર બે શહેરને નહીં પણ રાજ્યના અર્થતંત્ર, રોજગારી,ઔદ્યોગિક વિકાસ અને પ્રવાસનને અસર કરે છે

Advertisement
Tags :
Advertisement
Advertisement