રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પાલિકાઓની ચૂંટણી પક્ષના સિમ્બોલ ઉપર લડશે કોંગ્રેસ

11:12 AM Aug 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી 72 નગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસના મેન્ડેટ પર લડવાનો નિર્ણય કરાયો છે. કોંગ્રેસના પ્રભારી અને પ્રદેશ પ્રમખની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠક બાદ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ જાહેરાત કરી છે. સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ-પાલિકા-પંચાયતોની ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ સાથે રાજકીય પક્ષો પ્રેરિત પેનલો દ્વારા લડાતી હોય છે, પરંતુ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સાંપડેલી સફળતાને પગલે પ્રદેશ સ્તરેથી પાલિકાઓની ચૂંટણી કોંગ્રેસના પ્રતીક-સિમ્બોલ પર લડવાનો નિર્ણય કરાયો છે.
પ્રદેશ પ્રમુખ અને પ્રભારી આગામી પહેલી નવેમ્બરથી દરેક જિલ્લાનો પ્રવાસ કરીને પરિસ્થિતિનો તાગ મેળવશે.કોંગ્રેસના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે, પ્રદેશ પ્રમુખ ગોહિલ, પ્રભારી મુકુલ વાસનિક અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સહિત પ્રદેશના નેતાઓ તથા નગરપાલિકાઓના હોદ્દેદારોની શનિવારે યોજાયેલી બેઠકમાં સ્થાનિક કક્ષાએ સ્વતંત્ર ઉમેદવારને બદલે સિમ્બોલ પર જ લડવા માટેના સૂચનો કરવામાં આવ્યા હતા.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાયો હોવાથી આ તકનો રાજકીય લાભ લેવા માટે આ સૂચન કરવામાં આવ્યું હતું. આ સાથે નગરપાલિકાઓના ઉમેદવારોની પસંદગી પણ સ્થાનિક કક્ષાએ કરવા માટે જુદા જુદા આગેવાનો-નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

બેઠકમાં ચૂંટણીમાં જે તે પાલિકાના નેતાઓને પ્રજાના પ્રશ્નો-સમસ્યાઓ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ અંગે ભાજપ સામે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.તમામ નગરપાલિકાઓમાં ઉમેદવારોની પસંદગીથી માંડીને તમામ ચૂંટણીલક્ષી કામગીરી માટે 72 નિરીક્ષક તરીકે સિનિયર નેતાઓને જવાબદારી સોંપાશે.

Tags :
Congressgujaratgujarat newsmunicipal elections
Advertisement
Next Article
Advertisement