For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોંગ્રેસનો વોર રૂમ શક્તિસિંહના બંગલે ખસેડાયો

01:09 PM Dec 23, 2023 IST | Sejal barot
કોંગ્રેસનો વોર રૂમ શક્તિસિંહના બંગલે ખસેડાયો

છેલ્લા 15 વર્ષોથી, દિલ્હીના ગુરુદ્વારા રકાબગંજ રોડ પરનો 15 નંબરનો બંગલો અથવા 15-ૠછૠ કોંગ્રેસ માટે ‘વોર રૂમ’ તરીકે ઓળખાય છે, તે બંગલામાં ચૂંટણીની રણનીતિને અંતિમ સ્વરૂૂપ આપવા માટે સંવેદનશીલ બેઠકો યોજાય છે.
હવે આ વોર રૂમને ટ્રાન્સફર કરીને રાજ્યસભાના સાંસદ શકિતસિંહ ગોહીલના બંગલે ગોઠવવામાં આવી રહ્યો છે.
ટૂંક સમયમાં, આ સરનામું પાર્ટી માટે ઈતિહાસ બનવા જઈ રહ્યું છે, કારણ કે રાજ્યસભા સચિવાલયે તેને બંગલો ખાલી કરવા કહ્યું છે, જે પ્રદીપ ભટ્ટાચાર્યને કોંગ્રેસના સાંસદ તરીકે ફાળવવામાં આવ્યો હતો પરંતુ તે ઓગસ્ટમાં 13 ઓક્ટોબર સુધીમાં નિવૃત્ત થયા હતા.
ભટ્ટાચાર્ય અને પાર્ટીએ બંગલો ખાલી કરવા માટ સમયની માંગ કરી હતી.
ભટ્ટાચાર્ય પહેલા, અભિનેત્રી રેખા, જે યુપીએ સરકારના સમયમાં રાજ્યસભામાં નામાંકિત સાંસદ હતી, તેમને બંગલો ફાળવવામાં આવ્યો હતો, જેણે બદલામાં તેના ઉપયોગ માટે કોંગ્રેસને આપ્યો હતો.
જો કે, ભટ્ટાચાર્યની નિવૃત્તિ સાથે, હાઉસિંગ કમિટીએ હરિયાણાના અપક્ષ સાંસદ કાર્તિકેય શર્માને બંગલો ફાળવ્યો હતો. જેથી હવે વોર રૂમ 17-ૠછૠ ખાતે ખસેડવામાં આવ્યો છે.
આ ‘વોર રૂમ’માં જ કોંગ્રેસે તાજેતરના દિવસોમાં ચૂંટણી-બંધાયેલ રાજ્યોની સ્ક્રીનિંગ કમિટીઓની બેઠકો યોજી હતી. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં નવા સરનામે 17-ૠછૠથી કોંગ્રેસનો વોર રૂમ એકટીવ થશે.
દિલ્હીમાં હાલ કોંગ્રેસના સાંસદોની સંખ્યા ઘટી રહી છે અને ભાજપના હાઇટેક એટેક સામે કોંગ્રેસની યુકિત -પ્રયુકિતઓ સતત તુટી રહી છે. ત્યારે કોંગ્રેસની તમામ અગત્યની અને ચૂંટણીલક્ષી બેઠકો હવે શકિતસિંહના બંગલે યોજાનાર છે.
શકિતસિંહને રાજયસભાના સભ્ય બનાવ્યા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખની પણ જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ સાથેની વફાદારીના કારણે શકિતસિંહ ગોહિલનું કદ કોંગ્રેસમાં સતત વધી રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement