મેયર વગરના લોકદરબારમાં કોંગ્રેસનો હોબાળો
વોર્ડ નં. 13માં લોકોના પ્રશ્ર્નો કોંગ્રેસના આગેવાનોએ રજૂ કરતાં શાસકપક્ષને અકડામણ થઈ
પૂર્વ કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે વોર્ડ નં. 13નો સફાઈનો મુદ્દો ફરી વખત ઉઠાવતા લોકદરબારનો સંકેલો કરી નખાયો
મેયર તમારે દ્વાર અંતર્ગત દરેક વોર્ડમાં લોકદરબારનું આયોજન કરી લોકોના પ્રશ્ર્નોનું નિરાકરણ સ્થળ ઉપર લાવવાનો શાસકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ છેલ્લા બે-ત્રણ લોકદરબારમાં લોકોના પ્રશ્ર્નો માટે કોંગ્રેસ મેદાનમાં આવી હોય તેમ ઘર્ષણો થઈ રહ્યા છે. જેમાં આજે પણ વોર્ડ નં. 13માં યોજાયેલ લોકદરબારમાં લોકોના પ્રશ્ર્નો અંગે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃત્તિબેન ડાંગર સહિતના કોંગ્રેસી આગેવાનોએ પ્રશ્ર્નોતરી કરતા શાસકપક્ષ અકળાઈ ઉઠ્યો હતો. વોર્ડ નં. 13માં વર્ષોથી અમુક ચોક્કસ વિસ્તારોમાં સફાઈ કામ થતું જ નથીતેવો મુદ્દો જાગૃત્તિ બેને ફરી વખત ઉઠાવી આ લોકદરબાર નર્યુ નાટક છે તેવું કહેતા લોકદરબારનો સંકેલો કરી તંત્રએ ચાલતી પકડી હતી. મેયર તમારે દ્વાર અંતર્ગત આજ તા.06/08/2024, મંગળવારના રોજ સવારે 09:00 થી 11:00 દરમ્યાન વોર્ડ નં.13માં શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલ, શાળા નં.69 કેમ્પસ, અંબાજી કડવા પ્લોટ, આનંદ બંગલા ચોક પાસે, રાજકોટ ખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો.
આ લોક દરબાર કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, વોર્ડ નં.13ના કોર્પોરેટર અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લિયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, કોર્પોરેટર જયાબેન ડાંગર, શહેર ભાજપ મંત્રી વિજયભાઈ ટોળીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સીટી એન્જીનિયર અતુલ રાવલ, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડો.લલિત વાજા, એનક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, નાયબ આરોગ્ય અધિકારી ડો.હાર્દિક મહેતા, રોશની વિભાગના ડેપ્યુટી એન્જીનિયર આર.સી.બગથલીયા, એ.ટી.પી. એ.પી.પટેલ, પી.એસ.ટુ મેયર અને મેનેજર વિપુલ ઘોણીયા, મેનેજર કૌશિક ઉનાવા, વત્સલ પટેલ, વોર્ડ એન્જીનીયર સંજય ગુપ્તા, વોર્ડ ઓફિસર દિલીપ ચારેલ અન્ય કર્મચારીઓ, વોર્ડ નં.13ના પ્રભારી પ્રવિણભાઈ પાઘડાર, પ્રમુખ કેતનભાઈ વાછાણી, મહામંત્રી ભરતભાઈ સવસેટા, નરસિંહભાઈ પટોળીયા, વોર્ડના આગેવાન યોગેશભાઈ ભુવા, શૈલેશભાઈ ડાંગર, જીતુભાઈ સેલારા તથા વોર્ડ નં.13ના નાગરીકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ લોક દરબાર કાર્યક્રમમાં વોર્ડ નં.13ના નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-78 રજુઆતો/પ્રશ્નો રજુ કરવામાં આવી હતી.
વોર્ડ નં.13માં યોજાયેલ મેયર તમારા દ્વારે લોક દરબારમાં વોર્ડ નં.13ના નાગરિકો દ્વારા શેરી ગલીઓમાં ડીડીટી દવાનો છંટકાવ કરાવવા બાબત, નિયમિત સફાઈ કરવા બાબત, વોર્ડ નં.13માં નવી લાઈબ્રેરી બનાવવા માટે, ખુલ્લા પ્લોટમાં નિયમિત સફાઈ કરવા બાબત, મવડી પ્લોટમાં આરએમસીના પ્લોટમાં ફેન્સિંગ કરીને સફાઈ કરવા માટે, કારખાના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ બાબત, સ્ફુલની બાજુમાં સ્પીડ બ્રેકર બનાવવા બાબત, શેરીમાં વરસાદી પાણીના નિકાલ બાબત, શેરીમાં ભૂગર્ભ ગટર ઉભરાય છે, વૈદ વાડીમાં મોરમ નાખવા બાબત, બાલાજી ઇન્ડસ્ટ્રીઝના રસ્તા પર મોરમ નાખવા બાબત, બાલાજી ઇન્ડસ્ટ્રીઝમાં નિયમિત સફાઈ કરવા બાબત, જયંત કે.જી. સોસાયટીમાં નિયમિત સફાઈ અને રોડ બનાવવા બાબત, નવલનગર મેઈન રોડ ઉપર સફાઈ બાબત, શિવનગર ેરી નં.6માં નિયમિત સફાઈ કામદાર આવે તે બાબતે રજુઆત, ચંદ્રેશનગર મેઈન રોડ પર રેંકડીઓનું દબાણ દૂર કરવા બાબત, ડી.આઈ.લાઈનના કામ પૂર્ણ થયેલ હોય ત્યાં રોડ રિસ્ટોરેશન કરાવવું, ગોંડલ રોડ ડી-માર્ટ પાસે રોડ ખુલ્લો કરાવવો, ગાર્ડનમાં આવારા તત્વોનો ત્રાસ દુર કરવા બાબત, માનસતા ઇન્ડ. એરિયામાં નિયમિત ગાર્બેજ કલેક્શન કરાવવું વગેરે મુખ્ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થયેલ હતાં.
લોકો દ્વારા રજૂ થયેલ વિભાગીય ફરિયાદો
- સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ 10
- રોશની 1
- ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ 1
- બાંધકામ 34
- ટી.પી. 1
- આરોગ્ય 1
- દબાણ હટાવ 4
- ગાર્ડન 4
- ડ્રેનેજ 11
- વોટર વર્કસ 6
- એસ્ટેટ 3
- લાઈબ્રેરી 2
બાકી પાંચ લોકદરબાર તંત્ર માટે ભારે
મેયર તમારે દ્વાર અંતર્ગત લોકોની વચ્ચે જઈને લોકોની ફરિયાદોનું સ્થળ ઉપર જ નિરાકરણ કરવા માટે લોકદરબાર શાસકપક્ષ દદ્વારા શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા થોડા સમયથી લોકદરબારમાં વિપક્ષોએ પણ લોકોને સાથ આપી પ્રશ્ર્નોનું નિરાકરણ ન થતું હોવાની તેમજ લોકોને ખબર ન હોય તેવા પ્રશ્ર્નો અને પોતે શોધેલા તંત્રને અકળાવે તેવા પ્રશ્ર્ન પુછવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પાંચ લોકદરબાર યોજાવાના છે. જે પૈકી એક વોર્ડ કોંગ્રેસનો વોર્ડ હોવાથી બાકી રહી ગયેલા પાંચ લોક દરબારમાં વિપક્ષ દ્વારા અગાઉથી અધિકારીઓ અને શાસકોને મુંઝવે તેવા પ્રશ્ર્નોની યાદી તૈયાર કરી લોકો માટે અવાજ ઉઠાવવામાં આવસે તેવું ચર્ચાઈ રહ્યું છે. આથી બાકીના પાંચ લોકદરબારતંત્ર માટે ભારે રહેશે. તેવું લાગી રહ્યું છે.