કોંગ્રેસનો યુ ટર્ન, ભરૂચમાં સલીમ ગુજરાતી પ્રમુખ પદે
ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરતા કોંગ્રેસ પ્રમુખે તાત્કાલિક અસરથી ભરૂૂચ શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે સલીમ એ. અમદાવાદીની નિમણૂકને મંજૂરી આપી છે. આ નિર્ણય પક્ષના રાજ્ય સંગઠનની ભલામણના આધારે લેવામાં આવ્યો હતો.
કોંગ્રેસ આ પહેલાં જાહેર કરેલી યાદીમાં ગુજરાતના 40 શહેર-જિલ્લાઓમાં એક પણ મુસ્લિમને પ્રમુખ પદે નિમણૂંક કરવાની જાહેરાત કરી ન હતી. પરંતુ ભારે હોબાળો થતાં કોંગ્રેસે .યુ-ટર્ન લઈને ભરુચમા મુસ્લિમનો સમાવેશ કરીને લઘુમતિ સમુદાયનાં રોષને શાંત પાડવાની કોશિશ કરી છે. જ્યારે મુખ્ય યાદીમાં રાજેન્દ્ર રાણાને પ્રમુખ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આગામી નગરપાલિકાની ચૂંટણીઓ અને સંગઠનાત્મક તાકાતને ધ્યાનમાં રાખીને સલીમ એ. અમદાવાદીની નિમણૂક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેઓ લાંબા સમયથી કોંગ્રેસ સંગઠન સાથે જોડાયેલા છે.