ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખંભાળિયામાં કોંગ્રેસ દ્વારા PGVCL કચેરીને ઘેરાવ: મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા

01:43 PM Aug 06, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને નિયમિત રીતે વીજળી ન મળતી હોવા અંગે જિલ્લા કોંગ્રેસ દ્વારા આક્રોશ વ્યક્ત કરી, સ્થાનિક તંત્રને સવિસ્તૃત લેખિત તેમજ રૂૂબરૂૂ રજૂઆતો કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલીયાના વડપણ હેઠળ ખંભાળિયા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ સામૂહિક રીતે અહીંની પીજીવીસીએલ કચેરી ખાતે કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે વડત્રા સબ ડિવિઝન, ખંભાળિયા ડિવિઝન કે કલ્યાણપુર, દ્વારકા, ભાણવડ ડિવિઝનમાં દિવસે 8 કલાક વીજળીની વાત તો દૂર રહી 8 દિવસ, 8 રાત બન્નેની મળીને પણ 8 કલાક વીજળી મળતી નથી તો તમે ક્યા મોઢે દિવસે 8 કલાક વીજળી આપવાના વાયદાઓ, વચનો આપો છો? વીજળી આપવાના વાયદાઓને પરત લઈ લેવા જોઈએ. એટલું જ નહીં, જિલ્લામાં છેલ્લા 13 વર્ષથી ચાંચલાણા 66 કે.વી. અને છેલ્લા 8 વર્ષથી બેરાજા 66 કે.વી. માત્ર વીજ લાઇન ઉભી ન થવાના કારણે તૈયાર હોવા છતાં એ બન્નેને ઉપયોગમાં લઇ શકાતા નથી. તેની સામે ખાનગી કંપનીઓની વિજ લાઈન કાઢવા માટે રાતોરાત તમામ નિયમોને નેવે મૂકી પોલીસ પ્રોટેક્શન આવી જાય છે તેમ જણાવી, ખેડૂતોના ઉભા પાકમાં જેસીબી મશીનો ચાલવા લાગે છે અને વીજ લાઇન ઉભી ન થાય ત્યાં સુધી પોલીસ પ્રોટેક્શન પણ રહે છે.

તો સવાલ એ છે કે આ બન્ને 66 કે.વી.ને જોડવા માટેની લાઇન ખેંચવામાં જેટકો કે પી.જી.વી.સી.એલ.ને ક્યાં તકલીફ થાય છે ?? તેવા સવાલો પણ કરવામાં આવ્યા છે. પી.જી.વી.સી.એલ.ને 0.5% ઇજનેરોને બાદ કરતાં તમામ ઇજનેરોએ ભ્રષ્ટાચાર યુક્ત કામો કઈ આવવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જે ફીડરમાં 50 ટી.સી.ની કેપેસિટી હોય એવા ટી.સી. માં 500 ટી.સી. આપી દીધા છે તો સ્વાભાવિક છે કે વીજ લોડ ઉભો થવાનો જ. તેમાં સુધારો કેમ નથી કરતા ??? એક ફીડરમાં 100 કિલોમીટરની વીજ લાઈનોના જાળા પાથરી દીધા છે જ્યારે બીજા ફીડરમાં માત્ર 10 કિલોમીટરની જ વીજ લાઈનો છે આવું અસમતોલન શા માટે ? તેવા સવાલો પણ કરવામાં આવ્યા છે. જો તમારા જ ગ્રાહક તમારી જ બેદરકારીના કારણે ડાયરેક્ટર વીજ જોડાણ કરે તો ચેકીંગ આવે ને દંડ કરે ભૂલ તમારી ને ભોગવવાનું ગ્રાહકોએ ? આ તે ક્યાં નો ન્યાય ? તેમ કહી, મેઇન્ટેનન્સની હજારો અરજીઓ પેન્ડિંગ છે તેનો નિકાલ મહિનાઓ સુધી થતો જ નથી તેમ જણાવી પી.જી.વી.સી.એલ.ની બેદરકારી અને કથિત ભ્રષ્ટાચારનો ભોગ સામાન્ય માણસ બને તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

સૌ પહેલા 66 કે.વી. ચાંચલાણા અને બેરાહાને તાત્કાલિક ચાલુ કરવામાં આવે, જ્યાં જ્યાં ફીડરમાં ઓવર લોડ, ઓવર ઝઈ, ઓવર વીજ લાઈનોની લંબાઈ છે તેને નાના ફીડર સાથે સમતોલન કરવામાં આવે, પીજીવીસીએલ પહેલા નિયમોનું પાલન કરે પછી ખેડૂતો - નાગરિકો પાસે નિયમોની અપેક્ષા રાખે, દિવસે 8 કલાક વીજળી આપવાના વાયદાઓમાં ખેડૂતોની માફી માગી, 24 કલાકમાં ખેડૂતોને વિના વિઘ્ને સાતત્યપૂર્ણ રીતે 8 કલાક વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsKhambhaliyaKhambhaliya newsPGVCL office
Advertisement
Next Article
Advertisement