ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાવરકુંડલા પાલિકામાં કોંગ્રેસના સૂત્રોચ્ચાર, ભ્રષ્ટાચાર મુદ્દે કચેરીને તાળાબંધીની ચિમકી

11:34 AM Aug 01, 2025 IST | Bhumika
Advertisement

31 જુલાઈ 2025 ગુરુવારના રોજ સાવરકુંડલા લીલીયાના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતના સાવરકુંડલાના કાર્યાલય કોંગ્રેસ કાર્યકરો એકઠા થયા હતા અને ચાલીને નગરપાલિકા સુધી ગયા હતા. સૂત્રોચાર કરી નગરપાલિકાને આવેદન આપી તાળા બંધીની પણ ચીમકી આપી હતી. વિસ્તારથી વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

Advertisement

સાવરકુંડલા લીલીયા ના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને હોદ્દેદારોએ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સૌ પ્રથમ રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવના મંદિરે અભિષેક કર્યા બાદ નગરપાલિકા કચેરીનો ઘેરાવ કર્યો હતો. સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે સાવરકુંડલા શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ આવશ્યક સુવિધાથી સાવરકુંડલાની આમ જનતા ત્રસ્ત છે.

જે અંગે સાવરકુંડલા કોંગ્રેસ દ્વારા તેમનો વિરોધ કરી સુત્રોચ્ચાર સાથે સાવરકુંડલા કોંગ્રેસ કાર્યાલયથી નગરપાલિકા સુધી પગપાળાથી ચાલી ગયા, આ તમામ મુદ્દાઓ ને લઈને વહેલી તકે યોગ્ય કરવા માટે લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

લોકોને પડતી મુશ્કેલીઓ, વધારાના વ્યાજ, રોડ રસ્તા, ગટર જેવા વિકટ પ્રશ્નોને વાચા આપવા અને આ તંત્રને જગાડવા માટે આવેદનપત્ર પાઠવામા આવ્યું હતું. તંત્ર પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે. અને દાદાગીરી કરવામાં આવે છે.આવેદનપત્રમાં રોડ વિશે પણ લખવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે સાવરકુંડલાનાં વિવિધ વિસ્તારમાં રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ હાલતમાં છે, મેઈન રોડ તથા અંદરના રોડમાં ખૂબ જ મોટા ખાડા પડી ગયા છે, નગરપાલિકાના સતાધીશો જણાતા હોવા છતાં કોન્ટ્રાક્ટરો સાથે સાંઠગાંઠ રાખીને ટકાવારી લઇ અને સમય મર્યાદા નક્કી કરેલી હોવા છતાં રોડની ત્રણ વર્ષની રિપેરિંગની જવાબદારી હોવા છતાં કોઈ ખાડાકે રિસરફેસિંગની કામગીરી કરવામાં આવતી જ નથી, જેના કારણે સાવરકુંડલાની આમ જનતાને પારાવાર તકલીફો ભોગવી પડે છે.

સાવરકુંડલા નગરપાલિકાની સ્વભંડોળની રકમ જે આમ જનતા લના સુવિધા માટે હોય છે, તેના બદલે સતાધીશો દ્વારા ખિસ્સા ભરવામાં આવે છે. તાત્કાલિક અસરથી દરેક ખાતાની તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર બંધ કરવામાં આવે તેમજ ખોટા રોજમદારો દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી અને અંતમાં સાવરકુંડલા લીલીયા ના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી પ્રતાપ દૂધાત અને સાવરકુંડલા શહેર કોંગ્રેસ દ્વારા ચિમકી પણ ઉચારવામાં આવી હતી. આ માંગણીઓ સંતોષવામાં નહી આવે અને યોગ્ય રીતે દિન-15માં કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન ગામ બંધ કરવાનું આવેદન તેમજ કાનૂની રાહે કાર્યવાહી કરવાની ફરજ પડશે. તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Tags :
corruption issuegujaratgujarat newsSavarkundlaSavarkundla municipalitySavarkundla news
Advertisement
Next Article
Advertisement