રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોર્પોરેશનમાં લાકડાં સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

03:40 PM Sep 06, 2024 IST | admin
Advertisement

લાકડાં કૌભાંડમાં કસૂરવાર એજન્સી અને અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાની રજૂઆત

Advertisement

શહેરમાં ચોમાસા દરમિયાન ધરાશાઇ થયેલા વૃક્ષોના લાકડા સ્મશાનમાં પહોંચવાના બદલે બારોબાર વેંચાઇ જવાના કૌભાંડના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ દ્વારા આજે લાકડા સાથે કોર્પોરેશન કચેરી ખાતે ધસી જઇ નારે બાજી કરી કૌભાંડમાં કસુરવાર એજન્સી અને જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાની રજુઆત કરી હતી.

શહેર કોંગ્રેસ દ્વારા મ્યુ.કમિશનરને રજુઆત કરી જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલીકા દ્વારા રોજ-બરોજ જુદી-જુદી શાખાઓમાં વ્યાપક પણે ચાલતા ભ્રષ્ટાચારો અને વહીવટો અંગે જાગૃત નાગરીકો અને પત્રકાર મિત્રો દ્વારા ભ્રષ્ટાચારો ઉજાગર કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલીકાની શાખાઓમાં લાંચીયા અને ભ્રષ્ટ અધિકારીઓના અડ્ડાઓ હોવાને પગલે ભ્રષ્ટાચારના બોરીંગ ભરડામાં મહાનગરપાલીકા સપળાઈ ચુકી છે ત્યારે આવુ જ એક નવતર અને નત નવું કૌભાંડ અને કારસ્તાન ગાર્ડન શાખામાં થયું છે.

જેમાં ભ્રષ્ટાચારમાં સ્મશાનના લાકડા પણ સગેવગે કરી દેવામાં આવે છે, જે પગલે લાકડા કૌભાંડ ઉજાગર થયું છે. અમારી જાણ મુજબ રાજકોટ શહેરના અડધો ડઝન જેટલા સ્મશાન ગૃહોમાં રાજકોટ મહાનગરપાલીકા દ્વારા શહેરમાં ધારાશાયી થયેલા વૃક્ષોના 3ર ટ્રેકટરો પહોંચાડવામાં આવેલ છે. તેવું રેકર્ડમાં બતાવે છે. પરંતુ તમામ સ્મશાન ગૃહોના સંચાલકોના જણાવ્યા અનુસાર રાજકોટ મહાનગરપાલીકા દ્વારા મોકલાયેલા ટ્રેકટરો અને સ્મશાનગૃહના રેકોર્ડમાં વિરોધાભાસ જણાય છે.

તાજેતરમાં તા. 24 થી 29 સુધીમાં પડેલા ધોધમાર વરસાદ અને ઝંઝાવતી પવનને પગલે રાજકોટ શહેરમાં 600થી વધુ વૃક્ષો પડી જવાની ઘટના બની હતી તેમાના લાકડા જે સ્મશાન ગૃહમાં પહોંચાડવાના થાય છે તે પહોંચાડવામાં આવ્યા નથી. જે પગલે સ્મશાનમાં જે લાકડા મોકલવામાં આવ્યા છે તે રેકોર્ડની તપાસ કરો, સ્ટોકની ગણતરી કરો, મોટા લાકડા અને તેનો વજન કેટલો તેની સંપૂર્ણ વિગતો જાહેર કરો. રાજકોટ મહાનગરપાલીકા ભ્રષ્ટાચારી અધિકારીઓ, પદાધિકારીઓ અને કોન્ટ્રાકટરની મીલીભગતને પગલે લાકડાઓમાં બારોબાર સગેવગે કરી દઈ લાખોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

છેલ્લા દશક વર્ષથી સોમનાથ અને જય એજન્સી પાસે કોન્ટ્રાકટર છે તો આ કોન્ટ્રાકટરોની સામે કૌભાંડને પગલે તપાસ થવી જોઈએ અને જયાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાકટરના તમામ બિલો સ્ટોપ પેમેન્ટ કરવામાં આવે અને આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા જે કોઈ હોય તેની સામે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા પોલીસ મથકમાં ગુનો નોંધાવી જેલ ભેગા કરવામાં આવે તેવી અમારી અપીલ છે. મહાનગરપાલીકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, પ્રદેશ કોંગ્રેસના આગેવાનો રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનો જશવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, મેઘજીભાઈ રાઠોડ, દિપ્તીબેન સોલંકી, નયનાબા જાડેજા, રાજદિપસિંહ જાડેજા, ધરમભાઈ કાંબલીયા, ગજેન્દ્રસિંહ ઝાલા, વિષય દર્શિત બાબતે તાત્કાલીક કડક પગલા ભરી આપ દ્વારા થયેલ કાર્યવાહીની જાણ દિવસ-15માં કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

લાકડા પ્રકરણમાં ગઇકાલે ડેપ્યુટી કમિશનરે જણાવેલ કે, એજન્સી દ્વારા મોકલવવામાં આવેલા લાકડીની સ્મશાન ખાતે થયેલ એન્ટ્રી સાથે કોન્ટ્રાક્ટર દ્વારા મુકવવામાં આવેલા બીલનું ક્રોસ વેરીફેક્શન કરવામાં આવશે અને તેના આધારે કૌંભાડ થયુ છે કે કેમ તેની માહિતી મળશે પરંતુ આજે ચર્ચા જાગી છે. કે, કોન્ટ્રાક્ટરે ખોટું કરયું હોય તો બારોબાર વેંચવામાં આવેલા લાકડાની બીલ શા માટે મહાનગરપાલિકામાં મુકે ફક્ત સ્મશાન ખાતે મોકલેલા લાકડાનું બિલ તંત્રને આપે આમ હાથે કરીને પગ ઉપર કોણ કુહાડો મારે છતાં તંત્રે બન્ને બિલનું ક્રોસ વેરીફેક્શન કરવાની ખાત્રી આપી ઉંધા કાન પકડાવ્યા હોય તેમ લાગી રહ્યું છે.

Tags :
CongressCorporationgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement