સિટી બસ મુદ્દે કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, પોલીસને બંગડી બતાવી
પોલીસ કમિશનરને મળવાના મુદ્દે પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઘર્ષણ, એક કલાક દેખાવો-સૂત્રોચ્ચાર કરી કચેરી ગજવી મુકી
સીટીબસ કાંડ બાબતે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા ની આગેવાની હેઠળ જિલ્લા પંચાયત ચોક ખાતે સૌપ્રથમ કોંગ્રેસના 100 આગેવાનો કાર્યકરો ઉપસ્થિત થઈ પોલીસ કમિશન કચેરી ખાતે ઘસી ગયા હતા અને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસની ઢીલી લીધી અંગે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવી દેખાવો, સૂત્રોચાર, રામધુન, પોલીસ કમિશનરની હાય હાય, ભાજપ વિરુદ્ધ સૂત્રોચારથી પોલીસ કમિશનર કચેરી ગજવી મૂકી હતી. મહિલા કોંગ્રેસના આગેવાનોએ પોલીસને બંગડી બતાવી હતી અને ભારે રોષ દાખવ્યો હતો. પોલીસ કમિશનર દ્વારા ચાર વ્યક્તિ જ અંદર આવે એવો હઠાગ્રહને પગલે ભારે તંગ વાતાવરણ થયું હતું અને પોલીસ કમિશનર કચેરી પાસેના લીમડા હેઠળ બેસી એક કલાક દેખાવો કરવામાં આવ્યા હતા.
આજના પોલીસ કમિશનરના ઘેરાવના કાર્યક્રમમાં વશરામભાઈ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, સંજયભાઈ અજુડીયા, રાજદીપ સિંહ જાડેજા, નયનાબા જાડેજા, મકબુલભાઈ દાવદાણી, ઈર્શાદભાઈ, કોમલબેન ભારાઇ, રાહુલ સોલંકી, દીપ્તિબેન સોલંકી, દીપુબેન રવૈયા, મીનાબેન જાદવ, જયાબેન ટાંક, સંજયભાઈ લાખાણી, કૃષ્ણદતભાઇ રાવલ,રહીમભાઈ સોરા, યુનસભાઇ જુણેજા, ભાવેશભાઈ બોરીચા, તુષારભાઈ નંદાણી, કલ્પેશભાઈ કુંડલીયા, નિલેશભાઈ ગોહેલ, રમેશભાઈ ઝુંઝા, નિલેશભાઈ વિરાણી, નંદાભાઇ ડાંગર, કિંજલબેન જોષી, ગીરીશભાઈ પટેલ, જયાબેન ચૌહાણ, અહેસાન ચૌહાણ, ચિંતન દવે, જગાભાઈ મોરી, દિલીપભાઈ આસવાણી, હબીબભાઈ કટારીયા, જીગ્નેશ બોરડ, જીતુભાઈ ઠાકર, ગજેન્દ્રસિંહ ઝાલા, અશોકભાઈ વાળા, હિંમતભાઈ મયાત્રા, રઘુરામભાઈ યાદવ, દીપકભાઈ મકવાણા, જસુબા વાંક, સલીમભાઈ કારિયાણી, નાગજીભાઈ વિરાણી, ડી પી મકવાણા, લાખાભાઈ ઊંધાડ, રસિકભાઈ ભટ્ટ, મયુરસિંહ સોલંકી, ચંદ્રિકાબેન વરાણીયા, ગૌરવભાઈ પુજારા, અજીતભાઈ જુણેજા વિગેરે જોડાયા હતાં.