માળિયા (મીં)ના ખાખરેચીમાં વીજલાઇનનું કામ અટકાવી કોંગ્રેસનો વિરોધ
માળિયાના ખાખરેચી ગામેથી વીજ કંપનીની 765 કેવી વીજલાઇન પસાર થવા અંગે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે પોલીસના બંદોબસ્ત સાથે રાખી વીજ કંપનીના અધિકારીઓ દાદાગીરી કરતા હોવાના આક્ષેપો પણ ખેડૂતો દ્વારા અગાઉ કરાયા હતા અને પોલીસ સાથે ચકમકના દ્રશ્યો પણ જોવા મળ્યા બાદ આજે કોંગ્રેસની આગેવાની હેઠળ ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો જેમાં મોટા નેતાઓએ ઉપસ્થિત રહીને સરકારને સીધો સંદેશ આપ્યો હતો ખાખરેચી ગામે ખેડૂતો સાથે થતી દાદાગીરીના વિરોધમાં આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા, પાલભાઈ આંબલીયા, કિશોર ચીખલીયા સહિતના આગેવાનો અને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું જે મામલે પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે વીજ કંપનીની કામગીરી સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે બળજબરીથી કામ ના કરવું જોઈએ કોન્ટ્રાકટર પોલીસને સાથે રાખી દાદાગીરી કરી રહ્યા છે અને ખેતરમાં પ્રવેશ કરી ખોદકામ કરી રહ્યા છે ખેડૂતોને હજુ વળતર આપવામાં આવ્યું નથી પાવરગ્રીડ કોન્ટ્રાકટમાં કંપનીએ વળતર ચૂકવવાનું હોય છે પરંતુ કંપનીને પોતાના નફા સાથે લેવાદેવા છે અને ખેડૂતોની ચિંતા કરતું નથી તો હાલ સરકારની સોમનાથ ખાતે ચિંતન શિબિર ચાલે છે જેના પર કટાક્ષ કરતા લલિત કગથરાએ સરકારે ખેડૂતોની ચિંતા કરવી જોઈએ અને ખેડૂતોના સારા ભવિષ્ય માટે ચિંતન કરવું જોઈએ તેવું જણાવ્યું હતું તેમજ ખેડૂતોને યોગ્ય વળતર ના મળે અને જો દાદાગીરી કરવામાં આવે તો ઉભી થનાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે કલેકટર અને એસપી જવાબદાર રહેશે તો કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે સરકારના બેવડા ધોરણ છે 3-4 વર્ષ પૂર્વે વીજલાઇન કામગીરી માટે 13-14 લાખ વળતર ચુકવ્યું હતું અને સરકારે 200 ટકા વધારો કર્યો છે જે મુજબ હાલ 26 લાખ મળવા જોઈએ પરંતુ તેની બદલે ખેડૂતોને 3 લાખ જ મળે છે ત્રણ માસ પૂર્વે કલેકટરને રજૂઆત કરી ત્યારે પણ કલેકટરનો હુકમ માન્ય રહેશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું પરંતુ વળતર મળતું નથી જેનો વિરોધ છે તો દેશમાં કંપની માટે અને ખેડૂતો માટે અલગ અલગ કાયદા હોવાનું જણાવ્યું હતું જે મામલે ખાખરેચી ગામના ખેડૂત મિલન કૈલાએ જણાવ્યું હતું કે વર્ષ 2021 માં જે ભાવો ચૂકવ્યા છે તેના કરતા પણ ઓછા ભાવ ખેડૂતોને વળતર માટે નક્કી કર્યા છે મોંઘવારી સતત વધી રહી છે અને ઓછું વળતર આપી ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે પોલીસ ફરિયાદ કરવા જાય તો કોર્ટમાં જવાનું અને બાદમાં સ્થળ પર કહીએ તો પોલીસ સ્ટેશન આવવા આમ બે બે મોઢાની વાતો કરી ગુમરાહ કરતા હોવાના આક્ષેપ ખેડૂત કરી રહ્યા છે.