વેરાવળ પાલિકા દ્વારા લગાવેલ ભૂગર્ભ ગટર વેરો નાબુદ કરવા કોંગ્રેસની રજૂઆત
વેરાવળ શહેરમાં નગરપાલિકા દ્વારા ભુર્ગભ ગટર વેરો લગાવવામાં આવેલ હોય જે અંગે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના લીગલ અને હયુમન રાઇટસ સેલ દ્વારા ચીફ ઓફિસર સહિતનાને લેખિત રજૂઆત કરી નાબૂદ કરવાની માંગ કરેલ છે.
આ અંગે ગીર સોમનાથ જીલ્લા કોગ્રેંસના લીગલ અને હયુમન રાઇટસ સેલ ના પ્રમુખ ઇકબાલભાઇ સીડા દ્વારા કરેલી રજૂઆતમાં જણાવેલ કે, નગરપાલિકા દ્વારા હાલમાં ભુર્ગભ ગટર વેરો લાદવામાં આવેલ છે જે રૂૂા.2 હજાર વસુલવાનું ચાલુ કરેલ હોય જે કોઇ પણ સંજોગોમાં જનતા ભરવા માટે તૈયાર ન હોય કારણ કે ભુર્ગભ ગટર જીયુડીસી મારફત ગટરની કામગીરી છેલ્લા પાંચ સાત વર્ષથી વેરાવળ-પ્રભાસ પાટણ વિસ્તારને આવરી ને કરવામાં આવેલ પરંતુ આજદિન સુધી અમુક વિસ્તારોમાં વોર્ડ નં. 5, 6, 1, 2 માં હજી પણ પુર્ણ થયેલ નથી અને આ ભુર્ગભ ગટર ની કામગીરીમાં લોટ પાણી ને લાકડા જેવી પરીસ્તીથી નું નિર્માણ થયેલ હોવાનો આક્ષેપ કરેલ છે. પંપીગ સ્ટેશન આજની તારીખે પણ તૈયાર ન હોય અને તેવા સંજોગોમાં ભુર્ગભ ગટર નું ગંદુ પાણી રસ્તા પર ચેમ્બરમાંથી ઉભરાય અને બહાર આવે છે.
આ બાબતે આમ પ્રજામાંથી ઘણી બધી ફરિયાદ કરવા છતાં ધ્યાન આપવામાં આવતું નથી. આ ઉપરાંત વોર્ડ નં. 5 મા 8 થી 10 જગ્યાએ ગંદુ પાણી ઉભરાય ને બહાર આવે છે જેના કારણે લોકોના આરોગ્ય ના પર સીધી અસર થાય છે. જંતુનાશક દવા અને ડીડીટી નો પણ છંટકાવ કરવામાં આવતો નથી. રસ્તાઓમાં ખાડા પડી ગયેલ હોવાથી વરસાદી પાણી ભરાયેલા રહે છે અને બાળકોને સ્કુલે જવુ હોય તો તકલીફ ભોગવીને જવું પડે છે. લોકો વેરા કીરાયા નિયમિત ભરે છે ત્યારે છેલ્લા ચાર વર્ષથી ઓવર બ્રીજનું કામ ગોકળ ગતિએ ચાલુ છે.
રજૂઆતના અંતમાં જણાવેલ કે, જીયુડીસી ના અધીકારીઓને ભુર્ગભ ગટર ના અનુસંધાને જે તે જગ્યાએ પાણીનો નિકાલ થતો ન હોય તે જગ્યા પર પંપીગ સ્ટશનો વહેલી તકે બનાવવામાં આવે ત્યારબાદ જનતા પાસેથી ભુર્ગભ વેરો લાદવામાં આવે તેમ જણાવી હાલના તબક્કે આ ભુર્ગભ ગટર વેરો રદ કરવાની માંગ કરેલ છે. આ રજૂઆત ની જાણ મુખ્યમંત્રી સહિતનાને કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.