ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોર્પોરેશનના શાસકો સામે કોંગ્રેસ પ્રમુખનું એલાન એ જંગ

04:48 PM Jul 01, 2025 IST | Bhumika
Advertisement

અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચાર સામે લડતની જાહેરાત કરતા નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા

Advertisement

કાગળ પર રહેલી રામનાથ મંદિર અને આજી રિવરફ્રન્ટ યોજના માટે ભાજપ શાસકોને જગાડવા કાર્યક્રમો અપાશે

રાજકોટ શહેર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર અને કુશાસન સામે એલાન એ જંગની જાહેરાત કરી છે અને કોર્પોરેશનના અણઘડ વહીવટથી પીડાતી પ્રજાની વેદનાને વાચા આપવા તથા ભાજપ શાસકોને જગાડવા જનઆંદોલન શરૂ કરવાનું એલાન કર્યું છે.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ નવ નિયુક્ત પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા સહિતના કોંગ્રેસના તમામ આગેવાનો આજરોજ ગુજરાત મિરરની શુભેચ્છા મુલાકાતે આવતા જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી નું વર્ષોથી શાસન રહ્યું છે. રાજ્ય સરકારમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર ભાજપે મહાનગરપાલિકામાં જ્યાં માનવી ત્યાં સુવિધા, છેવાડાના વિસ્તારનો વિકાસ, ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી, શહેરમાં અડધી કલાક પાણી વિતરણ, શહેરને સ્માર્ટ સિટી બનાવશું હિન્દુસ્તાનના નકશામાં શિકાગો બનાવવાની વાત કરનારા શાસકોએ પાણી વેરા, મકાન વેરા, ગાર્બેજ કલેક્શન ચાર્જ, નવા વાહન ચાર્જમાં જુદા જુદા પ્રકારના અનેક વેરા રાજકોટના શહેરીજનો ઉપર લાદવામાં આવ્યા છે.

સત્તાધીશો દ્વારા સ્માર્ટ સિટીનો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પ્રોજેક્ટ જીઓ ટેગિગથી દરેક મિલકતનો સર્વે કરી રેકોર્ડ કરવાની વાત હતી તેનુ સૂરસુરિયું થઈ ગયું છે. શહેરમાં વિકાસની વાતો વચ્ચે શહેરની હાલત ગામડા કરતા પણ બદતર થઈ છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને અનેક શાળાઓ આજે પણ ભાડાના મકાનમાં બેસે છે તેનું યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરી સારી સુવિધા વિધાર્થીઓને મળે એ માટે પ્રયાસો કરાશે. રાજકોટની જનતા ડહોળા ગંધાતા અને ગટરના પાણી પીવાના પાણી સાથે ભળી જવાની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત છે. શાસકોએ ચૂંટણી સમયે શહેરને અડવી કલાક પાણી આપવાના દિવાસ્વપનો દેખાયા હતા. પરંતુ શહેરમાં આજે પણ અનેક વિસ્તારોમાં 20 મિનિટ પાણી મળતું નથી અને ટેન્કર યુગ ચાલે છે. નવા વિસ્તારોમાં પાણીની લાઈનો ન હોવાને પગલે ટેન્કરથી પાણી વિતરણ કરવું પડે છે.

ભાજપ સરકાર શહેરના પૌરાણિક રામનાથ મહાદેવ મંદિરના નવ નિર્માણની વાતો છેલ્લા 15 વર્ષથી કરી રહી છે અને દર ચૂંટણી સમયે હથેળીમાં ચાંદ બતાવી. રામનાથ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું કરવાની વાતો કરવામાં આવે છે પરંતુ મંદિર પાસેની ગંદકી કચરાના ગંજ હટાવી નહી શકતી મહાનગરપાલિકા એ જિલ્લા કલેકટર કચેરી અને રાજકોટ મહાનગરપાલિકાના સંકલનના અભાવે વર્ષ 2017 માં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂૂપાણીના હસ્તે નવનિર્માણનું ખાતમુહૂર્ત જેમાં પાંચ કરોડ રૂૂપિયા વાપરવાની જાહેરાત બાદ ડિઝાઇન ખોટી હોવાને પગલે કામ ખોરંભે પડ્યું છે. આજી રિવરફ્રન્ટ અંગે વખતોવખત જાહેરાતો કરવામાં આવી છે બજેટ ફાળવવામાં આવ્યું છે પરંતુ કોઈ નક્કર કામગીરી આજે પણ ન થતા આજે રિવરફ્રન્ટ યોજનાનું બાળ મરણ થયું છે.

રામનાથ મહાદેવ મંદિરનું કામ ખોરંભે પડતા મહાદેવના ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. આજે રિવરફ્રન્ટ અને રામનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર અંગે રાજકોટ મહાનગરપાલિકામાં ફક્ત બેઠકો થઈ છે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી કોંગ્રેસ શાસન માં આવશે તો અગ્રતાક્રમે આજે રિવરફ્રન્ટ અને રામનાથ મહાદેવ મંદિરનું નિર્માણનું કાર્ય હાથ ધરશે.

રાજકોટ શહેરના વોર્ડ નંબર 1 થી 18 માં લોકોને પડતી હાલાકી અંગે આગામી દિવસોમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરી લોકોને જે કંઈ સમસ્યાઓ હશે તે અંગે તંત્રને ઢંઢોળશે.

સંગઠનમાં નવા ચહેરાઓ, યુવાનો, છાત્રો અને મહિલાઓને તક અપાશે

કોંગ્રેસ પ્રમુખે જણાવેલ કે આગામી દિવસોમાં કોંગ્રેસમાં નવા ચહેરાઓ અને યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓન વિગેરે ને સભ્ય બનાવવાની નોંધણી કરાશે અને ટૂંક સમયમાં શહેર કોંગ્રેસ સમિતિ નું માળખું જાહેર કરવામાં આવશે. દરેક વોર્ડમાં રસ્તા, ગટર, પાણી અને પ્રાથમિક જરૂૂરિયાતો અંગે રાજકોટ મહાનગરપાલીકા સામે લડત ચલાવવામાં આવશે.

Tags :
Congressgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement