સિંચાઇ વિભાગના 110 ના.કાર્યપાલક ઇજનેરોને પ્રમોશન
નર્મદા, જળસંપતિ અને પાણી પૂરવઠા વિભાગે મોટો લીથો બહાર પાડયો, પાંચ કાર્યપાલકની બદલી
ગુજરાત સરકારમાં ચાલીર હેલ બઢતી-બદલીના દોરમાં આજે સિંચાઇ ખાતામાં બદલી-બઢીતનો મોટો ઘાણવો બહાર પડયો છે. ગુજરાતના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના પાંચ કાર્યપાલક ઇજનેરોની બદલી કરવામાં આવી છે.
જયારે આજ વિભાગમાં ફરજ બજાવતા કલાસ-બેના 110 નાયબ કાર્યપાલક ઇજનેરોને કલાસ વન તરીકે પ્રમોશન આપીને તેમની વિવિધ જગ્યાએ બદલીઓ કરવામાં આવી છે.
પ્રમોશનના આ હંગામી હુકમો ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડીંગ ખાસ દિવાની તેમજ અન્ય અદાલતોમાં પડતર કોઇપણ દિવાની અરજીઓમાં ચુકાદાઓને આધીન રહેશે. બદલી પામેલા ઇજનેરોએ સાત દિવસમાં બદલીની જગ્યાએ હાજર થવા જણાવાયું છે.
જે નાયબ કાર્યપાલક ઇજનેરોને કલાસ વનના પ્રમોશન અપાયા છે તેમાં રાજકોટ સિંચાઇ વર્તુળ વિભાગ-1ના ભાવિનકુમાર ભીમજીયાણી, મોરબીના જય રાચ્છ, ચોટીલાના રાહુલ મનાલુર, ધોરાજીના મિતેશ મોવલીયા, સિંચાઇ યોજના પેટા વિભાગ જામજોધપુરના યશ ગઢુકા, કચ્છના માંડવીના વિશાલ ગઢવી, રાપરના મયુર પંચાલ, સુરેન્દ્રનગરના નૈમિશકુમાર પોરીયા, મોરબીના હરદીપ છૈયા, ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળ કોડીનારના ઉતમ રાખસીયા, રાજકોટ પંચાયત વર્તુળના વિવેક ગોહીલ, અમરેલીના શૈલેષ કાતરીયા, પોરબંદરના જયેશ કારાવદરા, ભાવનગરના રવિકુમાર કણઝારીયા, ભાવનગરના સચીન વસાવા વિગેરેનો સમાવેશ થાય છે.