મેયરના લોકદરબારમાં કોંગ્રેસની રજૂઆત, ધરણાંની ધમકી
મેયરના લોકદરબારમાં વોર્ડ નં. 14ના નાગરિકોએ 77 ફરિયાદો રજૂ કરી
વોર્ડ નં. 14માં મેયરના લોકદરબારમાં કોંગ્રેસ દ્વારા કૌભાંડ, ભ્રષ્ટાચાર, બેદરકારી સહિતના આક્રમક પ્રશ્ર્નની રજૂઆત કરી એક માસમાં પ્રશ્ર્ન હલ ન થાય તો ભક્તિનગર સર્કલ ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા ધરણા યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. લોકદરબારમાં લોકો દ્વારા આજે 77 પ્રશ્ર્નો રજૂ કરવામાં આવ્યા હતાં. જેનું ફોલોપ લઈ અધિકારીઓને સુચના આપી ત્વરિત કામ કરવામાં આવે તેમ મેયરે જણાવ્યું હતું.
રાજકોટમાં મેયર નયનાબેન પેઢળિયા નો વોર્ડ નંબર 14માં મેયર પ્રજાના દ્વારે મેયર નો લોક દરબાર કોઠારીયા રોડ પર ઓફિસે યોજાયો હતો જેમાં કોંગ્રેસના આગેવાન સિનિયર કોંગ્રેસ અગ્રણી શહેર કોંગ્રેસ પ્રવક્તા ગજુભાએ જણાવ્યું હતું કે કહેવાતા સ્માર્ટ સિટી માં લોક સમસ્યાનો રાફડો ફાટ્યો છે ત્યારે મેયરનો લોક દરબાર એ ફક્ત 9 થી 11 બે કલાક નો સમય અપૂરતો છે માટે મેયર લોકોના પ્રશ્નો અંગે 11 થી 5 દરેક વોર્ડ ઓફિસમાં પ્રશ્નો સાંભળે એવી વિનંતી કરવામાં આવી હતી. કોંગી આગેવાનોએ શરૂૂઆતમાં જ જણાવ્યું હતું કે મેયર શ્રી નો લોક દરબાર હોય તો ફક્ત મેયરશ્રી જ જવાબ આપે સુપર મેયર કે કોર્પોરેટરો જવાબ ન આપે શહેરના 70 ટ્રાફિક બુથો પર મહાનગરપાલિકાની મંજૂરી વગર જાહેરાત મુદ્દે વિજિલન્સ તપાસ કરવા અને જવાબદારોને દાખલા રૂૂપ સજા કરવાના તત્કાલીન સમયે પોલીસ દ્વારા ચાર-ચાર વર્ષોથી પોતાના મળતીયાઓની જાહેરાતો લગાડી 1.68 કરોડના આ કૌભાંડમાં વિજિલન્સ તપાસ કરવા મ્યુનિસિપલ કમિશનરને ઈન્વડે નંબર 589 તારીખ 11/05/2023 ના પત્ર અંગે પગલા ભરવા અંગે રજૂઆત કરવામાં આવી અને તે પત્રની નકલ મેયરને સુપ્રત કરેલ હતી.
વોર્ડ નં.14માં યોજાયેલ મેયર તમારા દ્વારે લોક દરબારમાં વોર્ડ નં.14માં આવેલ વોકળામાં સઘન સફાઈ કરવા બાબત, મિલપરા મેઈન રોડ પર વરસાદી પાણી ભરાવા બાબત, ખોડિયારપરામાં સ્ટ્રીટ લાઈટ અને ટ્રાફિક બાબત, લાઇબ્રેરીમાં ઇનવટર કે જનરેટરની વ્યવસ્થા કરવા બાબત, કેનાલ રોડ પર ગેરકાયદેસર બાંધકામ અટકાવવા બાબત, જિલ્લા ગાર્ડન ચોકમાં દબાણ દૂર કરવા બાબત, જિલ્લા ગાર્ડન પાસે વરસાદી પાણી ભરાઈ જવાથી રોડ લેવલ કરવા બાબત, સોરઠીયા પ્લોટમાં આવેલ વોકળા સફાઈ કરવા બાબત, લક્ષ્મીવાડીમાં ખોડિયાર મંદિર પાસે રોડ પર સફાઈ કરવા બાબત, પરવાનગી વગર જાહેરાતના બોર્ડ બેનરો દૂર કરવા બાબત, ભક્તિનગર સર્કલનો ફુવારો શરૂૂ કરવા બાબત, વોર્ડ નં.14માં વાઇફાઇ સુવિધા શરૂૂ કરવા બાબત, વોર્ડ નં.14માં ટીપરવાન અનિયમિત આવે છે, વિવિધ ટ્રાફિકવાળા રોડ પર સ્પીડ બ્રેકર બનાવવા બાબત, વિવિધ વિસ્તારમાં ફોગીંગ કરવા બાબત, વસંતનગરમાં રોડ ઉપર રોડ બનાવવામાં આવે છે જેના લીધે રોડ ઉપરના પાણી ઘરમાં આવે છે, રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટ અને આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ આગળ ધપાવવા બાબત, આનંદનગર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ કરવા બાબત, કોઠારીયા કોલોનીમાં રોડ ખુલ્લો કરવા બાબત, સોસાયટીના કોમન પ્લોટમાં મંદિર બનાવવા બાબત, વાણિયાવાડી 3/7ના કોર્નરમાં નિયમિત સફાઈ કરવા બાબત, બાપુનગર સ્લમ ક્વાર્ટરમાં વરસાદી પાણી ઘરમાં આવે છે, ગુંદાવાડી પોલીસ ચોકી ચોકમાં ટ્રાફિક દૂર કરી ફૂટપાથ પર ખાણી-પીણીના દબાણ દૂર કરવા બાબત વગેરે મુખ્ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થયેલ હતાં.
લોકદરબારમાં રજૂ થયેલી ફરિયાદ શાખા/વિભાગનું નામ સંખ્યા
- સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ -12
- રોશની- 2
- ફાયર- 1
- બાંધકામ - 26
- ટી.પી. - 9
- આરોગ્ય - 2
- દબાણ હટાવ - 3
- ગાર્ડન - 3
- આઈ.ટી. - 1
- વોટર વર્કસ - 3
- (સોલિડ વેસ્ટ) વોકળા - 2
- મેલેરિયા - 1
- અન્ય વોર્ડ - 1
- આંગણવાડી - 1
- ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ - 2
- ડ્રેનેજ - 5
- પોલીસ - 1
- એ.એન.સી.ડી. - 1