રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોંગ્રેસની ન્યાય યાત્રાનું કાલે સમાપન, અચાનક સ્થળ બદલાય

11:27 AM Aug 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વિધાનસભાને ઘેરાવના બદલે અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે ન્યાય યાત્રાનું સમાપન થશે

પ્રદેશ નેતાઓ ન્યાય યાત્રાથી દૂર જ રહ્યા અને રાષ્ટ્રીય નેતાઓને આમંત્રણ છતાં આવ્યા નહીં

ગુજરાતમાં રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ, મોરબી બ્રિજ દુર્ઘટના, બોટાદના લઠ્ઠાકાંડ અને વિરમગામના અંધાપાકાંડ સહીતની ઘટનાઓના પીડીતોને ન્યાય અપાવવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ભારે જોમ-જુસ્સા સાથે કાઢવામાં આવેલી મોરબીથી ગાંધીનગર સુધીની ન્યાયયાત્રા આવતીકાલ તા.23ના રોજ ગાંધીનગરના બદલે અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે પૂર્ણ થનાર છે.

ભારે ઉત્સાહ સાથે કોંગ્રેસે મોરબીથી ગત તા.9ના રોજ શરૂ કરેલી આ ન્યાયયાત્રાએ રાજકોટ છોડયા બાદ અચાનક જ નિરસ થઇ ગઇ હતી અને કોંગ્રેસના મોટા નેતાઓએ ન્યાયયાત્રાથી મોઢુ ફેરવી લેતા યાત્રાની ફિયાસ્કા જેવી હાલત સર્જાઇ હતી.

ન્યાયયાત્રાનો પ્રારંભ થયો ત્યારે પૂર્ણાહુતિ સમયે વિધાનસભાને ઘેરાવ કરવાની જાહેરાત કરાઇ હતી પરંતુ પૂર્ણાહુતિનું સ્થળ છેલ્લી ઘડીએ બદલીને અમદાવાદ ગાંધી આશ્રમનું કરી નાખવામાં આવ્યું છે.આ ઉપરાંત રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી પૈકી કોઇ નેતાઓ પણ આ ન્યાય યાત્રામાં ફરકયા નથી. પ્રદેશ કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ પણ ન્યાયયાત્રાથી દુર જ રહ્યા છે.

ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાનું 23મી ઓગસ્ટે ચાંદખેડા, ખાતે સમાપન કરવામાં આવશે. જે અંગે આવતીકાલે સવારે 8:30 વાગે સરખેજ ચોકડીથી ન્યાય યાત્રાની શરૂૂઆત કરી બપોરે 3 વાગે કોંગ્રેસ ભવન ખાતેથી થઈ સાંજે ગાંધી આશ્રમ જશે. આ સમગ્ર મુદ્દે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે યાત્રાને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર ગંભીર આક્ષેપોની સાથે યાત્રા દરમિયાન તેમનો અનુભવ કેવો રહ્યો? સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું નિવારણ કેવી રીતે લાવી શકાય જેવા મુદ્દે ચર્ચા કરી હતી.
શક્તિસિંહ ગોહિલે પત્રકારોને જણાવ્યું હતું કે, હિન્ડન બર્ગ રિપોર્ટમાં ઉજાગર થયેલ ભાજપ સરકારમાં ભયમુક્ત ભ્રષ્ટાચારના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો પ્લે-કાર્ડ સાથે પદયાત્રામાં જોડાશે. દોષિતોને સજા-પીડિતોને ન્યાયની લડાઈ એટલે કોંગ્રેસની ન્યાયયાત્રા 9 ઓગસ્ટથી મોરબી ખાતેથી શરૂૂ થઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પક્ષની પગુજરાત ન્યાય યાત્રાથ મોરબી ટંકારા રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર વિરમગામ સાણંદ થઈ ચાંદખેડા અમદાવાદ ખાતે યાત્રાનું સમાપન થશે. રાજ્યમાં નકલી અધિકારીઓ તથા નકલી સરકારી કચેરીઓનો રાફડો ફાટ્યો છે.

Tags :
Congressgujaratgujarat newspolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement