For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોંગ્રેસના દિગ્ગજો અમદાવાદમાં, રાષ્ટ્રિય અધિવેશનનો પ્રારંભ

11:55 AM Apr 08, 2025 IST | Bhumika
કોંગ્રેસના દિગ્ગજો અમદાવાદમાં  રાષ્ટ્રિય અધિવેશનનો પ્રારંભ

"ન્યાય પથ” થીમ ઉપર બે દિવસ મનોમંથન; સંકલ્પ-સમર્પણ અને સંઘર્ષનો નારો બુલંદ કરશે

Advertisement

છ દાયકા બાદ ગુજરાતમા યોજવામા આવેલા કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશનનો સાબરમતીના તટ પર ઉષ્માભર્યા વાતાવરણમા પ્રારંભ થયો છે. ‘ન્યાય પથ’ થીમ ઉપર યોજવામા આવેલા આ અધિવેશનમા કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ, મુખ્યમંત્રીઓ, અને કાર્યકરો અમદાવાદનાં આંગણે પહોચી ગયા છે. આજે સવારે દિલ્હીથી કોંગ્રેસનાં 80 જેટલા નેતાઓ ચાર્ટર્ડ પ્લેનમા અમદાવાદ આવી પહોંચ્યા હતા.

ભાજપનાં હોમ સ્ટેટ ગુજરાતમા રાષ્ટ્રિય અધિવેશન થકી કોંગ્રેસનો ભાજપને સીધો જ પડકાર આપવાનો પ્રયાસ છે.રાષ્ટ્રીય અધિવેશન અંગે પત્રકાર પરિષદને સંબોધતા અઈંઈઈ ના મીડિયા અને પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પવન ખેરાએ જણાવ્યું કે, કોંગ્રેસનું અધિવેશન પાર્ટીની મીટિંગ નથી, પરિવારની મીટિંગ છે. કોઈ એક નેતા નિર્ણય લે અને બધા તેનું પાલન કરે તે સંભવ નથી. કોંગ્રેસમાં ક્યારેય આવું નહીં થાય. અંગ્રેજોના શાસન સામે કોંગ્રેસના નેતાઓએ જનતાને સાથે રાખીને અંધારું દૂર કર્યું હતું. અંધારું દૂર કરવું એ સતત સંઘર્ષ છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી લોકતંત્રનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ રાજકીય પાર્ટીથી વધુ છે, કોંગ્રેસ સમાજનો અવાજ છે. સમાજના અવાજને દબાવી શકાશે નહીં.

Advertisement

પ્રદેશ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનથી કોંગ્રેસની વિચારધારાનું પુન: સ્થાપન વધુ મજબૂત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, સરદાર સાહેબની લીટી ટૂંકી કરનારા લોકોને સંદેશો આપીશું. સરદાર સ્મારકમાં સરદાર પટેલની ઘડિયાળ, ખુરશી, ધોતી-બંડી સહિતની અંગત ચીજવસ્તુઓ સચવાયેલી છે. આ જગ્યાએ મહાનુભાવોનો પ્રભાવ છે, જેથી ત્યાં ઈઠઈ યોજાઈ રહી છે.

કરમસદનું નામ મિટાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. સ્ટેડિયમ સરદાર પટેલના નામનું હતું જે ભૂસી નાખવામાં આવ્યું છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ગુજરાત-દેશમાં ગાંધીજીના વિચારોથી ઊલટું શાસન ચાલે છે. નવા અંગ્રેજો સામે કોંગ્રેસ ન્યાય પથ પર સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષના નારા સાથે કોંગ્રેસ વર્તમાન શાસકો સામે લડાઈ લડશે ઐતિહાસિક અધિવેશનને અનુલક્ષીને મીડિયા ક્ધવીનર ડો. મનીષ દોશી અને પ્રવક્તા હિરેન બેન્કર દ્વારા ગુજરાતમાં અગાઉ યોજાયેલા ઐતિહાસિક અધિવેશનોની અલભ્ય તસવીરો સાથેના કેલેન્ડરનું કોંગી નેતાએ પ્રકાશિત કર્યું હતું.

લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી આજે સવારે ખાસ પ્લેનમાં અમદાવાદ આવી પહોંચ્યા છે આ અગાઉ સોમવારે મોડી સાંજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કે.સી. વેણુગોપાલ, શશી થરૂૂર, અશોક ગેહલોત, દિગ્વિજયસિંહ સહિતના નેતા અમદાવાદ આવી પહોંચ્યા હતા. તમામ નેતાઓ, આગેવાનો માટે શહેરની જુદી જુદી હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો, શહેર-જિલ્લા પ્રમુખ સહિતના ગુજરાતના નેતાઓને કેન્દ્રીય નેતાઓ અને આમંત્રિતોને હોટલથી સરદાર સ્મારક, રિવરફ્રન્ટ સહિતના સ્થળોએ લાવવા-લઈ જવા અને તેમની દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. સાંજે 5 વાગે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાશે. સાંજે 7 વાગે રિવરફ્રન્ટ પર અધિવેશનના સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની પરંપરાને ઉજાગર કરતા કાર્યક્રમો રજૂ થશે.

ધીબીલી સ્ટાઇલમાં કોંગ્રેસ નેતાના પોસ્ટર બન્યા આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક શરૂ થઇ છે. કોંગ્રેસના નેતાઓ એક પછી એક અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટથી ઈવેન્ટ સેન્ટર સુધી રાષ્ટ્રીય અધિવેશનના રૂૂટમાં લગાવવામાં આવેલાં ઘીબલી સ્ટાઈલના પોસ્ટરે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. મહત્ત્વનું છે કે, થોડાક દિવસ પહેલાં જાપાની ઘીબલી સ્ટાઈલ ફોટોનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

દેશભરમાંથી આવેલા નેતાઓ માટે ફાફડા-ઉંધિયા- ખમણનું જમણ
કોંગ્રેસના નેતાઓ નાસ્તમાં ફાફડા અને ભોજનમાં ઊંધિયાની મોજ માણશે આ અધિવેશનમાં આવનારા ડેલિગેટ્સને ભોજન અને નાસ્તામાં શું શું પિરસવામાં આવશે એ અંગે હિંમતસિંહે કહ્યું કે, આ બધા જ લોકો ગુજરાતમાં આવી રહ્યાં છે ત્યારે સ્વાભાવિક રીતે અમારો બધાનો અને તમામ આગેવાનોની પણ લાગણી છે કે, અમને ગુજરાતી ભોજન ખવડાવજો એટલે ભોજનમાં ખાસ કરીને ઉંધિયું, ઢોકળા, ખમણ અને બાકીનું રેગ્યુલર મેનું છે. જ્યારે નાસ્તામાં ફાફડા, જલેબી અને ભજિયા સહિતની વેરાયટી નાસ્તામાં આપવામાં આવશે. ખાસ કરીને આ મહેમાનોને ફાફડા, જલેબી ગરમ ગરમ ખાવા મળે એ માટે સ્થળ ઉપર જ લાઈવ બનાવવામાં આવશે. જે બાદ બપોરના સમયે ભોજન પીરસવામાં આવશે જ્યારે રાત્રીનું ભોજન તેમની હોટલમાં રહેશે.

સોમવારે આવેલા કોંગી નેતા
રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે
રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલ
લોકસભાના સાંસદ શશી થરૂૂર
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા
કર્ણાટકના ના. મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર
મહિલા કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબા
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત
પુડ્ડુચેરીના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ સામી
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ
ગજઞઈંના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન
કર્ણાટકના પ્રદેશ પ્રમુખ વસંતકુમાર
મહારાષ્ટ્રના કોંગ્રેસ કાર્યકારિણી સભ્ય યશોમતી ઠાકુર
આંધ્રપ્રદેશના AICC સભ્ય ડો. તુલસી રેડ્ડી અને પદ્મસરી સુનકારા

Advertisement
Tags :
Advertisement
Advertisement