પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણને ચૂંટણી લડવા કોંગ્રેસમાંથી સૂચના
- અમરેલી- રાજકોટના દાવેદારોને પણ પૂછાણ
લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા ગઇકાલે દિલ્હીમાં યોજાયેલ કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠક બાદ ગુજરાતના કેટલાક નેતાઓને ચુંટણી લડવા માટે તૈયારી કરવા ટેલીફોનીક સુચના અપાઇ હોવાનું જાણવા મળે છે.મળતી માહિતી મુજબ વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડાને આણંદથી લોકસભાની ચૂંટણી લડવા સૂચના અપાઇ હતી. જયારે પંચમહાલ બેઠક ઉપરથી લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને લોકસભાની ચૂંટણી લડવા કોંગ્રસ હાઇકમાન્ડે ટેલીફોનીક સુચના આપી હોવાનું જાણવા મળે છે.
આ સિવાય અમરેલી બેઠક માટે પરેશ ધાનાણી અને વિરજી ઠુંમર સહીતના નેતાઓને પણ કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા પુછાણ આવ્યું હોવાનું જાણવા મળે છે.સૌરાષ્ટ્રના કેપીટલ ગણાતા રાજકોટની બેઠક માટે કોકડુ ગુંચવાયું હોય તેમ જે નેતાઓના ટિકિટ દાવેદારો માટે નામો ચર્ચાય છે તે ચુંટણી લડવા તૈયાર નહીં હોવાનું અને એકમાત્ર લલીત કગથરાએ તૈયારી બતાવી હોવાનું જાણવા મળ્યું છે.જુનાગઢ બેઠક માટે પણ ત્રણ નામની ચર્ચા બેઠકમાં થઇ હતી.
બનાસકાંઠા : ભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ચૂંટણી લડશે
અમદાવાદ (પ) : ભાજપના દિનેશ મકવાણા સામે કોંગ્રેસના ભરત મકવાણા વચ્ચે ચૂંટણી જંગ જામશે
બારડોલી : ભાજપના પ્રભુભાઈ વસાવા સામે કોંગ્રસના સિધાર્થ ચૌધરી ચૂંટણી લડશે
પોરબંદર : ભાજપના મનસુખ માંડવીયા સામે કોંગ્રેસના લલિત વસોયાને ટિકિટ મળી છે
કચ્છ : ભાજપમાં વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નીતિશ લાલણ ચૂંટણી લડશે