વીંછિયામાં કોંગ્રેસનું ‘હાથ સે હાથ જોડો’ સંમેલન, મામલતદારને આવેદન અપાયું
વિછીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારના રોજ હાથ સે હાથ જોડો કોંગ્રેસ પક્ષ પરિવાર દ્વારા કૃષિક્ષક આંદોલન અભિયાન અંતર્ગત ખેડૂત સભા નું આયોજન કરવામાં આવ્યું સાથો સાથ રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું કે ગુજરાતના ખેડૂતોને વધારેમાં વધારે પ્રોત્સાહન આપવામાં આવે અને સરકાર કોઈ મહેરબાન નથી કરતી દરેક વર્ગના લોકો ટેક્સ ભરે છે પરંતુ વાસ્તવમાં ખેડૂતો નાના વેપારીઓ મજૂર વર્ગ કે વિદ્યાર્થી વર્ગ સાથે વર્તમાન સરકાર અન્યાય અત્યાચાર કરે છે જેના થકી ખેડૂતો દિન પ્રતિદિન પામાલ થતા જાય દેવાદાર બનતા જાય અને આત્મહત્યા કરે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે રાજ્યના સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ નહીં પણ દરેક ખેતી ની અંદર નફાકારક રીતે ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવે તે પ્રકારે ખેડૂતો અને ખેત મજૂરોને પૂરેપૂરું પ્રોત્સાહન આપવામાં આવે અન્યથા ગુજરાતની અંદર હાથે હાથ જોડો કોંગ્રેસ પક્ષ પરિવાર દ્વારા ખેડૂતોને સાથે રાખી જન આંદોલન કરવામાં આવશે કારણ કે ખેડૂતો ભીખ નથી માગતા પોતાના હક અધિકાર માંગે છે અને જો એ હક અધિકાર આ વર્તમાન સરકાર એટલે કે ભાજપ સરકાર નહીં આપે તો અમને સરકારને પાડી દેતા પણ આવડે છે કારણ કે અમે સરકારના બાપ સીએ સરકારના નોકર નથી જેથી કરીને ખેડૂતોને વધારેમાં વધારે પ્રોત્સાહન આપવામાં આવે એવી અનેક બાબતોની ચર્ચા કરવામાં આવી. આ તકે હાથે હાથ જોડો ના મુખ્ય ક્ધવીનર ઇન્દ્રિય રાજ્યગુરુ તેમજ મુકેશભાઈ રાજપરા જયેશભાઈ ઠાકોર ભોળાભાઈ ગોહિલ અવસર ભાઈ નાકિયા જયંતીભાઈ ગોહિલ અરવિંદભાઈ રાજપરા વિપુલભાઈ બાવળીયા પ્રવીણભાઈ ગાબુ અરવિંદભાઈ તલસાણીયા હંસરાજભાઈ ભાલાળા મનસુખભાઈ સાકરીયા વિનુભાઈ મેણીયા વિપુલભાઈ ઝાપડિયા તેમજ અને ખેડૂત આગેવાનો અને ખેડૂતો જોડાયા હતાં.