રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સાબરકાંઠા લોકસભા માટે ના પાડી છતાંય કોંગ્રેસે ટિકિટ આપી: ડો.તુષાર ચૌધરી

04:08 PM Mar 23, 2024 IST | Bhumika
Advertisement

સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ડો. તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. સામે ભાજપે લોકસભાના ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. તુષાર ચૌધરીએ જિલ્લા કાર્યાલય ખાતે પહોંચી કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. જ્યાં તેઓએ કહ્યુ હતુ કે, સાબરકાંઠાને માટે હવે તેમના રુપમાં રેડીમેડ ઉમેદવાર મળ્યા છે. જોકે તેઓએ કહ્યુ હતુ કે, કોંગ્રેસમાં તેઓએ ચૂંટણી લડવાની ના કહી હતી અને તેમને ટિકિટ આપવામાં આવી છે.

Advertisement

સાબરકાંઠા લોકસભાની બેઠક માટે ઉમેદવાર તરીકે કોંગ્રેસે ડો અમરસિંહ ચૌધરીને પસંદ કર્યા છે. જોકે તુષાર ચૌધરીએ કહ્યુ હતુ કે, તેઓ ચૂંટણી લડવા માટે ના ભણી હતી એમ છતાં પણ કોંગ્રેસે તેમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. આમ તુષાર ચૌધરીને તેમની ના ભણવા છતાં કોંગ્રેસે પસંગ કર્યા હોવાનો એકરાર કર્યો હતો.તુષાર ચૌધરીએ બતાવ્યુ હતુ કે, આ તેમના પિતાની કર્મ ભૂમિ છે. જ્યાં તેઓ હાલમાં ધારાસભ્ય છે. મારી એવી ઇચ્છા નહોતી કે, બહાર આવીને અમારી સીટ પચાવી પાડી છે. આવી લાગણીના જન્મે એટલે જ મે આ બેઠક પર ચૂંટણી લડવાની ના પાડી હતી. પણ પાર્ટીને એવું લાગ્યુ કે, ટક્કર આપી શકે એવો ઉમેદવાર હું છું એટલે માટે કોંગ્રેસ પક્ષે મારી પસંદગી કરી છે.તો વળી તુષાર ચૌધરીએ મીડિયા સાથેની વાતચિતમાં બતાવ્યુ હતુ કે, તેઓ દિલ્હીમાં સરકારી કચેરીઓ અને સાંસદ ભવનથી વાકેફ છે. તેઓ દરેક ભવનને સારી રીતે જાણે છે. કારણ કે, તેઓ 10 વર્ષ સાંસદ રહી ચૂક્યા છે. આમ જો સાબરકાંઠા મોકો આપશે તો, તેઓ બીજા જ દિવસથી કામ કરી શકે એમ છે. આમ તેઓએ ખુદને રેડિમેડ ઉમેદવાર બતાવ્યા હતા.

Tags :
BJPgujaratgujarat newspolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement