રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોંગ્રેસને લોહી-પરસેવો આપ્યા, હવે ગૂંગળામણ થતી હતી, રાજીનામા બાદ અર્જુનભાઇના શબ્દો

12:24 PM Mar 05, 2024 IST | admin
Advertisement

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે. જે બાદ મીડિયા સાથે વાત કરતાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. 1982માં વિદ્યાર્થીકાળ વખતે કોંગ્રેસમાં જોડાયો હતો. કોંગ્રેસ તાલુક યુવક કોંગ્રેસથી શરૂૂ કરીને પોરબંદરના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધપક્ષના નેતા જ પ્રથમ ટર્મમાં બન્યો અને તે પછી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની પણ કપરા સમયમાં જવાબદારી નિભાવી હતી.

Advertisement

જે કંઇક શક્તિ હતી તે કોંગ્રેસ પક્ષને આપી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી હું ગૂંગળામણ અનુભવતો હતો. જે આશા અને કામ કરવા માટે હું કોંગ્રેસ પક્ષમાં આવ્યો હતો. પ્રજાની અપેક્ષા હોય છે કે ચૂંટાયેલા નેતાઓ તેમના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કરે અને પ્રજા સાથે જોડાયેલા રહે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસમાં આ સામાજિક પરિવર્તનની જે ભૂમિકા હતી. ખાસ કરીને આર્થિક અને સામાજિક બદલાવ લઇ આવવાની, તે મને લાગ્યું કે હવે હું આમા કરી શકીશ નહીં. ખૂબ જ ભારે હ્રદયે... કેમ કે, આટલા વર્ષો સુધી મેં કોંગ્રેસ પક્ષમાં મારું લોહી અને પરસેવો બન્ને આપ્યા હતા. છોડવું ખૂબ મુશ્કેલ હતું. પરંતુ ગુજરાતના મારા શુભેચ્છકો અને ટેકોદારોની લાગણી હતી કે મારે અત્યારે જે રીતે કોંગ્રેસ પક્ષ ચાલે છે તેમાં પરિવર્તન લાવવામાં સફળ થઇશ નહીં, એ માટે મે આજે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી અને વિધાનસભાના સભ્ય તરીકે પણ રાજીનામું આપ્યું છે. આ મારી રાજકીય સફરની અંદર દેશનું નેતૃત્વ હતું તેનું સહયોગ મળ્યો. કાર્યકર્તાઓની શુભેચ્છા રહી. નિર્ણય કરવાની વાત ત્યારે આવી કે, જ્યારે કોઇ રાજકીય પક્ષ પ્રજા સાથેનો તાંતણો ગુમાવી તો તે લાંબો સમય ટકી શકે નહીં અને એનજીઓ બની જાય. દેશના લોકોની આશા હતી કે રામ મંદિર બંધાય. તે પ્રમાણે થયું છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું ત્યારે તેને ઠુકરાવવામાં આવ્યું. ત્યારે મે અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહટ પહોંચાડનારી વાત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઇએ. પરંતુ તે વખતે પણ જે કોઇએ આ નિર્ણય કર્યો હોય, એના પરથી પ્રતિતિ થતી હતી કે પક્ષે પ્રજા સાથેનો જે સંવાદ હોવો જોઇએ તેમાં કચાસ રહી ગઇ છે.

આ બધી બાબતો વારંવાર સમજાવવાની, સંદેશ પહોંચાડવાની કોશિશ કરી હતી. છેલ્લે મેં એનાથી આગળ વધીને રાજીનામું આપ્યું છે. ગુજરાતે હંમેશા સક્ષમ નેતૃત્વ આપ્યું છે. પ્રજાનો સહયોગ મળ્યું છે. આજે કોંગ્રેસના બંધનથી મુક્ત થયો છું. હું મુક્તિ અનુભવતો હોય તેવું લાગે છે. હું બધા મિત્રો સાથે વાત કરીને આગળની રાજકીય શરૂૂઆત કરીશ.

Tags :
Arjun ModhwadiaBJPCongressgujaratgujarat newsPolitics
Advertisement
Next Article
Advertisement