રાજકોટ-હલેન્ડા હાઇવે પર મસમોટા ખાડાઓને લઇને ધારાસભ્ય, સાંસદનું રાજીનામુ માંગતુ કોંગ્રેસ
આજ રોજ રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય નિશિત ખુંટ તથા રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આકસ્મિક કાર્યક્રમની આયોજન કરવામાં આવેલ છે જેમાં સૌરાષ્ટ્રના અતિ મહત્વના ગણાતા એવા રાજકોટ ભાવનગર હાઇવે કે જેમા છેલ્લા 3 - 4 મહિનામાં રાજકોટથી હલેન્ડા સુધીના હાઈવેમાં પ્રજાના ટેક્સના પૈસામાંથી તંત્ર દ્વારા અંદાજિત પાંચ કરોડનો ખર્ચો કરેલ હોય છતાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયેલ નથી અને મસ મોટા ખાડાઓનું પ્રમાણ વધી ગયેલું હોય આ બાબતમાં અમારા વિસ્તારના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તથા સંસદ સભ્ય પરસોતમભાઈ રૂૂપાલા કુંભકર્ણની નિંદ્રામાં હોય અને લોકોના પ્રશ્નોની રજૂઆત કરવામાં તથા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવામાં સદંતર નિષ્ફળ ગયેલ હોય તો આજરોજ રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ભાવનગર હાઇવે ઉપરના ગામડામાંથી મુખ્યમંત્રીને 2000 પોસ્ટ કાર્ડ લખીને ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તથા સંસદ સભ્ય પરષોત્તમ રૂૂપાલાનું રાજીનામું માંગવામાં આવશે.
ગૃહ મંત્રીએ ચાર પાંચ દિવસ પહેલા એવી જાહેરાત કરેલ કે ગણેશ ઉત્સવમાં ગુજરાતમાં જે કોઈ ઓપરેશન સિંદૂર ઉપર સારી થીમ બનાવશે અને અમારી ટીમ દ્વારા આખા ગુજરાતમાં એનો સર્વે સર્વે કરી નંબર આપવામાં આવશે એમાં જે કોઈ એકથી પાંચમાં આવશે એને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તો મારી ગૃહ મંત્રીને એવી રજૂઆત છે કે આવી જ રીતે સરકારની ટીમો બનાવીને રોડ રસ્તાની હાલત કેટલી ખરાબ છે એ પણ તમને જણાવેલ અને રોજ ગુજરાતમાં રોજ આ ખાડાના લીધે કેટલા ગંભીર અકસ્માત થાય છે કેટલા માતા-બહેનોના સિંદૂર ભૂંસાય છે એનો પણ તમને ખ્યાલ આવે જેથી તમારી સરકારને ખબર પડે કે આપણે વિકાસના નામે ભ્રષ્ટાચાર અને વિનાશ નોતરી રહ્યા છીએ.