For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી મનપા કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ, પોલીસ સાથે ઝપાઝપી

12:13 PM Jul 15, 2025 IST | Bhumika
મોરબી મનપા કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ  પોલીસ સાથે ઝપાઝપી

મોરબીના પ્રાણ પ્રશ્નો અંગે અગાઉથી થયેલી જાહેરાત મુજબ આજે જીલ્લા કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરીએ ઘેરાવ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત કચેરીએ ખડકી દેવામાં આવ્યો હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર પ્રહારો કરી સાથે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા પુર્વ ધારાસભ્ય લલિત કગથરા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા એ જણાવ્યુ હતુ કે અમો આજે મોરબીની પ્રજા પ્રશ્નની રજૂઆત કરવા જતા પોલીસ અમને રોકીને અમારી સાથે આંતકવાદી જેવુ વર્તન કરેછે આતો લોકશાહી છે કોના ઈશારે પોલીસ અમને રોકે છે.

Advertisement

પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની આગેવાનીમાં આજે કોંગ્રેસ કાર્યકરોએ હલ્લાબોલ કર્યો હતો જોકે કાર્યક્રમની અગાઉથી જાહેરાત હોવાથી ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો કોંગ્રેસ કાર્યકરોએ નારેબાજી કરી કચેરીના ગેટ પાસે બેસી વિરોધ નોંધાવ્યો હતો પોલીસે ગેટ બંધ કરી તાળા લગાવી દેતા કાર્યકરો રોષે ભરાયા હતા અને ગેટ પરથી ચડવાના પ્રયાસો જોવા મળ્યા હતા જેથી પોલીસ સાથે ઝપાઝપી થવા પામી હતી અને પોલીસ કેટલાક કાર્યકરોને બસમાં બેસાડી અટકાયતી પગલા લેતા વિરોધ નોંધાવ્યો હતો અને આગેવાનોને પોલીસ સાથે ઘર્ષણ થવા પામ્યું હતું.

કાર્યક્રમ અંગે લલિત કગથરાએ જણાવ્યું હતું કે મોરબીની પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવા પહોંચ્યા હતા અગાઉ ભાજપ પદાધિકારીઓને નાગરિકોએ કરેલી રજૂઆત છતાં પ્રશ્ન ઉકેલાતા નથી ધારાસભ્ય ચેલેન્જ મારવામાં પડ્યા છે પ્રજાના પ્રશ્નો ઉકેલવા ચેલેન્જ કરી બતાવો તેવો પડકાર ફેક્યો હતો કુદરતી વહેણો પર બિલ્ડીંગ ખડકી દેવાતા વરસાદી પાણીનો ભરાવો થાય છે પોલીસની કામગીરી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે પોલીસ જવાનોને માત્ર ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે બાકી તેઓ ભાજપ કાર્યકર તરીકે જ વર્તી રહ્યા છે. પુર્વ ધારાસભ્ય લલિત કગથરા એ કમિશનર ને જણાવીયુ કે મોરબી ની પ્રજા પ્રાથમિક સુવિધાઓ પ્રશ્ને પડતી મુશ્કેલીને લઈ ત્રાહીમાન પોકારી ઉઠી છે એટલે તો એને ઘરની બહાર નિકળી રસ્તાઓ. પર ઉતરવુ પડીયુ છેને વધુમા કે તમે વ્હાલા દવલાની નિતી વગર કોઈ પણ ચમરબંધીની સામે જોયા વગર વોકળા ઓ પ્રજા દબાણો હટાવોને કુદરતી પાણીનો નિકાલ કરાવી આપો તો શહેરની પચાસ ટકા સમસ્યા હલ થઈ જાય મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પારાજસિહ જાડેજા એ અને તેની ટીમ એ શહેરના13 વોર્ડની મુલાકાત લઈ લોકોની સમસ્યા જાણી કુલ 24 પ્રશ્નો સાથેને આવેદન પત્ર કમિશનર સ્વપનીલ ખરેને આપીયુ હતુને આ પ્રશ્ન પ્રજાના વહેલી તકે હલ કરવા માંગ કરી હતી.

Advertisement

જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ જણાવ્યું હતું કે પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ કાર્યકરો આતંકવાદી હોય તેવું વર્તન કરવામાં આવ્યું હતું મોરબીમાં લાખો લીટર દારૂૂ ઠેર ઠેર વેચાય છે પરંતુ કોંગ્રેસ પ્રજા પ્રશ્ને રજૂઆત કરવા આવ્યા તો આતંકવાદી જેવો વ્યવહાર પોલીસ કરી રહી હોવાનું જણાવ્યું હતું જે મામલે મ્યુનીસીપલ કમિશ્નર સ્વપ્નીલ ખરેએ જણાવ્યું હતું કે રોડ રસ્તા સહિતના પ્રશ્ને રજૂઆત મળી છે અને યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે હાલ ટીમો દિવસ અને રાત એમ બે શિફ્ટમાં કામગીરી કરી રહી છે અનેક વિસ્તારમાં કામગીરી કરવામાં આવી છે બાકી છે ત્યાં પણ ઝડપથી કરવામાં આવશે તેમજ અધિકારીના નામ અને નંબરનું લીસ્ટ આપ્યું છે જેમાં અધિકારી ફોન ઉપાડશે અને રજૂઆત સાંભળશે તેમ જણાવ્યું હતું તો કોંગ્રેસ આગેવાનોએ રજૂઆત કરવા આવતા રોક્યાના આક્ષેપ અંગે જણાવ્યું હતું કે દરરોજ સાંજે અને સોમવારથી ગુરુવાર નિયત સમયે કોઈપણ રજૂઆત માટે મળી સકે છે તેમ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement