નેશનલ હાઈ-વે ઓથોરિટીની કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ
પ્રોજેકટ ડાયરેકટરના પૂતળાનું દહન, ભ્રષ્ટાચાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર
રાજકોટ-ગોંડલ હાઈ-વેના કામમાં ધાંધિયાથી લાખો વાહન ચાલકોને પારાવાર હાડમારી, અધૂરા કામે ટોલટેકસના ઉઘરાણા સામે આક્રોશ
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ચાલી રહેલ સિકસલેનના કામના કારણે હજારો વાહન ચાલકોને પડતી પારાવાર હાલાકી અંગે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ઢંઢોળવા આજે કોંગ્રેસે નેશનલ હાઈ-વે ઓથોરિટીની કચેરી ઉપર હલ્લાબોલ કરી ઉગ્ર સુત્રોચ્ચારો કર્યા હતાં અને પ્રોજેકટ ડાયરેકટરનું પુતળુ બાળી આક્રોશ ઠાલવ્યો હતો.
આ સાથે કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં નેશનલ હાઈ-વેના પ્રોજેકટોમાં કામગીરી પૂર્ણ કર્યા વગર ઉઘરાવાતા ટોલટેકસ અને મુખ્ય રસ્તાઓ તથા સર્વિસ રોડની ખરાબ હાલત અંગે નેશનલ હાઈ-વે ઓથોરિટીના પ્રોજેકટ ડાયરેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
હાલના સમયમા સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ નેશનલ હાઈવે એવા ગઇં-27 (રાજકોટ જેતપુર માર્ગ) પર ચાલી રહેલા સિક્સ લેનના માર્ગવિકાસ કામના કારણે અસંખ્ય નાગરિકો, વેપારીઓ, ઉદ્યોગકારો અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ હાઇવે માત્ર એક બીજા શહેરોને જ જોડતો માર્ગ નથી પરંતુ એ રાજ્યના આર્થિક,ઔદ્યોગિક અને પ્રવાસન વિકાસ માટે જીવાદોરી સમાન છે.આ માર્ગ રાજ્યના પશ્ચિમ ભાગથી આંતરરાજ્ય સંચાર અને વેપાર માટે કડી રૂૂપે કાર્ય કરે છે જેનું બાધિત થવું ગુજરાતના વિકાસલક્ષી એજન્ડા સામે વિઘ્નરૂૂપ બને છે.
દરરોજ આશરે 2 થી 3 લાખથી વધુ વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. છતાં હાલમાં માર્ગ નિર્માણના કાર્યના કારણે અને કામ કરતી એજન્સી અને નેશનલ હાઇવે ઓથોરિટીના અયોગ્ય આયોજન, ગઇંઅઈંના નિયમોનો ભંગ અને લોકલ ટ્રાફિક તંત્રના અભાવને કારણે સૌરાષ્ટ્રવાસીઓને અસહ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને કેટલો સમય થશે તે કહેવું મુશ્કેલ છે.આ બાબતે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવે તે માટે આ રજૂઆત કરેલ છે. રાજકોટથી જેતપુરનું અંતર 70 કિમી છે. આ દરમિયાન બે ટોલ બૂથ આવે છે. જેમાં એક કારચાલક પાસેથી 45-45 રૂૂપિયા ઉઘરાવાઈ રહ્યા છે.
બંને ટોલ બૂથની વાર્ષિક આવક 140 કરોડની આસપાસ છે, પણ વાહન ચાલકો આજે પણ સારા રોડ-રસ્તાની સુવિધાથી વંચિત છે. ભરૂૂડી ટોલ બુથની વાર્ષિક અંદાજિત આવક 100 કરોડ આસપાસ છે. જ્યારે પીઠડ ટોલ બુથની અંદાજિત વાર્ષિક આવક 40 કરોડ આસપાસ છે. જો કે, આમ છતાં દર વર્ષે ચોમાસાની ઋતુ આવે એટલે આ રસ્તાનું ધોવાણ થઈ જાય છે અને ટોલ ટેક્સ પૂરતો આપવા છતાં વાહનચાલકોને સારા રસ્તાની સુવિધા પણ મળી શકતી નથી.
રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી સુધીનો રસ્તાની સ્થિતિ પણ અતિ ખરાબ છે જે તાકીદે સુધારવામાં આવે.ગોંડલ ચોકડીના પુલ નીચે આવેલ જગ્યાઓ ઉપર બિનજરૂૂરીયાત ગાર્ડન બનાવેલા છે જેથી દુકાનધારકોના અને અન્ય લોકોના વાહનો રોડ ઉપર પાર્ક થવાની ગોંડલ ચોકડી પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે જેથી પુલ નીચેથી જાળીઓ હટાવીને પાર્કિંગ સુવિધા ઊભી કરવામા આવે અને રાજકોટ -જેતપુર સિક્સલેન હાઈવેની કામગીરી ચાલુ છે ત્યારે જે ડાઇવર્જન રોડ જે બનાવ્યો છે તેની સ્થિતિ ખરાબ હોવાથી તેની મરામત મજબૂતાથી કરીને બંને સાઈડો પર બે બે લેનનો સ્મૂથ ટ્રેક ઊભી કરવામા આવે.
ડાયવર્ઝન અને ટ્રાફિક સમસ્યા
- સમગ્ર હાઈવેના નિર્માણધીન રોડ પર તમામ ઓવરબ્રિજનું કામ એકસાથે શરૂૂ કરાતા વાહનચાલકોને ચારેકોર ડાઈવર્ઝનનો સામનો કરવો પડી રહ્યો છે.
- એક સાઈડ થ્રી લેનની જરૂૂરિયાત ધરાવતા હાઇવે પર અતિ વ્યસ્તતા રહેતી હોય તેના નિર્માણના કામ અર્થે વૈકલ્પિક માર્ગ જે ઉભો કર્યો છે તે માત્ર સિંગલ લેનનો છે જેથી મોટા અને ભારે વાહનોની ગીચતાથી ટ્રાફિકની સમસ્યા ખૂબ ઉદ્ભવે છે
- ચોમાસામાં રસ્તાની અતિ બિસ્માર હાલતને કારણે કલાકોના સમયના ટ્રાફિક ચક્કાજામો થાય છે
- રસ્તાઓ પર બારોબાર ગટર જેવી સ્થિતિ, પાણી ભરાવ, કાચા ડાઈવર્ઝન અને વાહનોની ગીચતાને વાહનચાલકોના જીવિને તંત્ર જોખમમાં મૂકે છે.
- છેલ્લા બે મહિના દરમિયાન આ હાઈવે પર ગંભીર અકસ્માતોના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.