રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધ્રોલ પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવારનું નિધન

02:48 PM Feb 14, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

જામનગર જિલ્લા ના ધ્રોલ નગરપાલિકા ના વોડ નંબર 7 નાં કોંગ્રેસ ઉમેદવાર નું આજે નિધન થયું છે.આથી આ.વોર્ડ ની ચૂંટણી હાલ પૂરતી મુલતવી રાખવાં માં આવશે.જામનગર જિલ્લા ની ધ્રોલ , કાલાવડ અને જામજોધપુર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી ઓ માટે આગામી તારીખ 16 મી ના રોજ મતદાન થનાર છે. આ ત્રણે નગરપાલિકાઓ માં ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમ્યાન ધ્રોળ નગરપાલિકા ની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ ના ઉમેદવાર દશરથસિંહ જામસંગ જાડેજા નું આજે સાંજે નિધન થયું હતું.

ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર 7 ના કોંગ્રેસ ના ઉમેદવાર દશરથસિંહ જાડેજા આજે સાંજે સાડા ચારેક વાગ્યા ની આસપાસ ધ્રોળ માં હોસ્પિટલ નજીક ના વિસ્તાર માં હતા ત્યારે તેઓને છતી દુ:ખાવો શરૂૂ થયો હતો. આથી તુરંત તેઓ ને ધ્રોલ ની જ હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો હતા.પરંતુ તેઓ ની સારવાર કારગત નીવડી ન હતી.અને તેઓ નું નિધન થયું હતું. બનાવવા ની જાણ થતા જ સ્થાનિક આગેવાનો અને તેમના સગા સંબંધી દોડી ગયા હતા. મળતી માહિતી મુજબ સરકારના નિયમ અનુસાર વોર્ડ નંબર 7 ની તમામ ચાર બેઠકો ની ચૂંટણી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવશે.

 

Tags :
CongressDhrolDhrol Municipal ElectionDhrol newsgujaratgujarat news
Advertisement
Advertisement