રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સંવેદન સભામાં ભરતી મેળો યોજીને કોંગ્રેસનો રાજકીય રોટલા શેકવા પ્રયાસ: ઉદય કાનગડ

04:46 PM Aug 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ ખાતે ગત તા.રપ મી મેના રોજ ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલ ર્દુઘટનાના હતભાગી થયેલા મૃતકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ ધ્વારા ન્યાય યાત્રા નું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે આ ન્યાય યાત્રાની કહેવાતી સંવેદન સભામાં ભાજપના પ0થી વધુ કાર્યર્ક્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કરવાના અહેવાલ બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ છે કે પીડીતોને ન્યાય અપાવવા નીકળેલી કોંગ્રેસ પીડીતોના નામે પોતાના રાજકીય રોટલા શેકી રહી છે. કેન્દ્રમાં છેલ્લા દશ વર્ષથી અને ગુજરાતમાં 199પ થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે સતા વગર બેબાકળી બનેલી કોંગ્રેસ પ્રજાની નજરમાં રહેવા માટે ખોટા હવાતીયા

મારી રહી છે અને અગ્નિકાંડની ર્દુઘટનાની પીડીતોને ન્યાય અપાવવાના બહાને ભરતી મેળો યોજી રહી છે.
વધુમાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ છે કે અગ્નિ કાંડ ર્દુઘટનાને પગલે રાજયની ભાજપ સરકાર ધ્વારા તટસ્થપણે તપાસ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ આવા સંવેદનશીલ પ્રશ્ને પણ રાજકીય જશ ખાટવામાં થી ઉંચી નથી આવતી. ભૂતકાળ તરફ દ્રષ્ટિ કરીએ તો આ જ કોંગ્રેસએ 197પમાં દેશમાં લોકશાહીની હત્યા કરી અચાનક કટોકટી જાહેર કરી હતી અને બંધારને કચડી સતા પર કબજો મેળવવાનું કારસ્તાન ર્ક્યુ હતું, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાના નીર ગુજરાતની પ્રજાને ન મળે તે માટે અનેક અવરોધો સર્જયા હતા.અને ર014માં દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી આરૂઢ થયા બાદ ઘેર-ઘેર નર્મદાની નીર પહોંચ્યા. 199પ પહેલા કોંગ્રેસની સરકારમાં નર્યુ ગુંડારાજ હતું. ભય,ભુખ અને ભ્રષ્ટાચારે માઝા મુકી હતી.

ત્યારે ન્યાય યાત્રાના આ સૂત્રધારો ક્યા હતા ? અમદાવાદ અને વડોદરામાં છાશવારે થતા કોમી હુલ્લડો કોની દેણ હતી ? તેવો અણિયારો સવાલ પુછતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે તા. 9 મી ઓગષ્ટના રોજ મોરબીથી પ્રારંભ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા એ માત્ર રાજક્યિ પ્રેરીત છે. ન્યાય યાત્રાનું ફારસ કરીને કોંગ્રેસ પીડીતોને પોતાનો રાજકીય હાથો બનાવવા હવાતીયા મારી રહી છે અને પીડીતોની મજાક કરી રહી છે.

આમ પિરવારવાદ અને તૃષ્ટિકરણની રાજનીતિમાં રાચતી કોંગ્રેસ સતા વગર બેબાકળી બની હોય તેમ પ્રજાની નજરમાં રહેવા માટે કોઈપણ મુદૃે લીંબડ જશ ખાટવાનો નિષ્ફળ પ્રયાસ કરી પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કરે છે. પણ પ્રજા જાણે છે કે તૃષ્ટિકરણ કરનારાઓ ક્યારેય માનવતાના દુશ્મનો સાથે ઉભા રહેતા અચકાતા નથી. ત્યારે કોંગ્રેસ ધ્વારા રાજકોટ ખાતે યોજાયેલ સંવેદન સભામાં ભરતી મેળો ચાલુ કરીને કોંગ્રેસે અગ્નિ કાંડ દુર્ઘટનાના પીડીતોની મજાક કરી છે. પણ કોઈપણ સંવેદનશીલ મુદૃે રાજકીય ફારસ સર્જતી કોંગ્રેસના કરતુતો પ્રજા સમક્ષ્ા ખુલ્લો પડી ગયા છે.અને વિકાસ અને રાષ્ટ્રવાદ જેવા શબ્દોથી બાર ગાઉંનું છેટુ ધરાવતી કોંગ્રેસે પ્રજાની ક્યારેય ચિંતા નથી કરી. તેમ અંતમાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું.

Tags :
BJPCongressgujaratgujarat newsPoliticsrajkot newsUday Kangad
Advertisement
Next Article
Advertisement