PPP યોજનાની ફરિયાદ કરવા માટે કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકા અને પીપીપી ધોરણે બની રહેલા પ્રોજેક્ટમાં બેફામ ભ્રષ્ટાચારો આચરવામાં આવે છે તે જગ જાહેર છે. ત્યારે આ જમીનો વેચી મારી બિલ્ડર લોબીને લાભ અપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને શહેરમાં અનેક જગ્યાએ નોટિસો આપી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આશીયાના છીનવી લેવાનો રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા વચ્ચે તખ્તો ઘડાઈ ચૂક્યો છે ત્યારે અનેક પરિવારો બેઘર બનશે.
રાજકોટ મહાનગરપાલિકા અને બિલ્ડર લોબી વચ્ચે મિલી ભગત ને પગલે દાદાગીરી અને જો હુકમીથી ગેરકાયદેસર રીતે ગેર બંધારણીય રીતે જે પરીવારો એ ઇમ્પેક્ટ ફી ભરી છે તેમ છતાં નોટિસો આપી સત્તાના જોરે જમીનો ખાલી કરાવવામાં આવે છે. તંત્ર અને બિલ્ડરોની કનડગત ની સામે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ આગામી દિવસોમાં મેદાનમાં પડશે.
છેલ્લા 15 વર્ષોમાં જે પરિવારોમાં મકાનો પાડી દઈ તંત્ર વાહકો દ્વારા બેઘર બનાવેલ છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ટીપી શાખાના રિઝર્વ પ્લોટ હોય રસ્તો નીકળતો હોય તે બિલ્ડર લોબીને લાભ અપાવવા ઝૂંપડપટ્ટીઓ પાડી નાખવામાં આવી હોય તો જે પીડિત પરિવારોને નિયમ મુજબ મકાન મળવા પાત્ર થવું જોઈએ તે પણ ન મળેલ હોય તો તંત્ર વાહકો સામે આ પ્રકારની કોઈ ફરિયાદ હોય તો લેખિતમાં બે નકલમાં પુરાવા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના કાર્યાલય, જાગનાથ 41, રેસકોર્સ સામે, જિલ્લા પંચાયત ચોક, હોટલ લેમન ટ્રી વાળી શેરી, રાજકોટ - 360001, મોકલી આપશો અથવા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ એ જાહેર કરેલા હેલ્પલાઇન નંબર 93274 00050 પર વિસ્તૃત રીતે વિગતો મોકલી આપવા શહેર કોંગ્રેસની યાદીમાં જણાવાયું છે.