બચુનગર ડિમોલિશનનો કોંગ્રેસ અને અસરગ્રસ્તોનો વિરોધ
જામનગરના બચુનગર વિસ્તારમાં કરવામાં આવનાર ડિમોલીશન સામે આજે કોંગ્રેસ ના કોર્પોરેટર અને બહોળી સંખ્યામાં અસરગ્રસ્તો મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆત માટે પહોંચ્યા હતાં. જામનગર ની રંગમતિ નદીમાં એક તરફ રીવર ફ્રન્ટ પ્રોજેક્ટનું આયોજન થઈ રહ્યું છે. બીજી તરફ નદીના પટમાં થયેલા અનઅધિકૃત દબાણો દૂર કરવા સંબંધિતોને મહાનગરપાલિકા દ્વારા નોટીસો પાઠવાઈ હતી જેની મુદ્ત પૂર્ણ થઈ રહી છે. આથી આજે મોટી સંખ્યામાં બચુનગરના રહીશો રજૂઆત માટે મહાનગરપાલિકા કચેરીમાં પહોંચ્યા હતા.
કોંગ્રેસ ના કોર્પોરેટર જેનબબેન ખફી , ઉપરાંત અસલમ ખિલજી પણ સાથે જોડાયા હતા. અને આ મકાનોની પાડતોડ નહીં કરવા માંગણી સાથે રજૂઆત કરી હતી. અથવા વૈકલ્પિક વ્યવસ્થા ની માંગ કરી હતી. જો કે અગાઉ અસરગ્રસ્તો ને રૂૂબરૂૂ પણ સાંભળવામાં આવ્યા હતાં. હવે ટૂંક સમયમાં મહાનગરપાલિકા દ્વારા કોઈ એક્શન લેવાય તેમ હોવા થી આજે અસરગ્રસ્તો મહાનગરપાલિકા કચેરીમાં પહોંચ્યા હતા. બીજી તરફ વાતાવરણ ઉગ્ર બને નહીં અને સ્થિતિ શાંતિપૂર્ણ જળવાઈ રહે તે માટે વિશાળ સંખ્યામાં પોલીસ કાફલો પણ મહાનગરપાલિકાના પટાંગણમાં ખડકી દેવાયો હતો.