ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસ-આપનું ગઠબંધન

04:54 PM Jan 24, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. આ સાથે જ કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂૂ કરી છે. કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક 25 જાન્યુઆરીના અમદાવાદ આવશે. આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનને લઇને પણ ચર્ચા થઇ શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે કોંગ્રેસ અને અઅઙએ લોકસભા ચૂંટણી ગઠબંધનમાં લડી હતી.

કોંગ્રેસના ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદમાં કોંગ્રેસના સીનિયર નેતાઓ સાથે બેઠક યોજશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર ગઠબંધનને લઇને પણ ચર્ચા થશે. આ બેઠકમાં કોંગ્રેસના આગામી કાર્યક્રમ અંગે પણ રણનીતિ ઘડવામાં આવશએ. કોંગ્રેસ સ્થાનિક કક્ષાએ જય બાપુ જય ભીમ અને જય સંવિધાનમાં સમ્મેલન યોજશે. આ સાથે જ ઉમેદવારોની પસંદગીને લઇને પણ ચર્ચા થશે.

ઇસુદાન ગઢવીએ કોંગ્રેસ સાથે ગઠબંધનની તૈયારી હોવાનું નિવેદન આપ્યું હતું. ઇસુદાન ગઢવીના નિવેદન પર ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. લલિત વસોયાએ કહ્યું કે, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ગઠબંધન નક્કી કરશે. કોંગ્રેસે ગઠબંધન વગર એકલા હાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવી જોઇએ.

ફેબ્રુઆરી 2017માં જ્યારે છેલ્લી વખત નગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી ત્યારે કોંગ્રેસે બોરિયાવી, ઓડ, લુણાવાડા, તલોદ, રાધનપુર, ઝાલોદ, દેવગઢ બારિયા, છોટા ઉદેપુર (ઇજઙ સાથે), સલાયા, માણાવદર, વિસાવદર, વંથલી, ચોરવાડ, રાજુલા, ધોરાજી, ભાયાવદર, કૂતિયાણા, વાંકાનેર, ખેડબ્રહ્મા, પારડી નગરપાલિકા જીતી હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી 1 ફેબ્રુઆરી છે. જયારે ઉમેદવારી પત્રોની ચકાસણીની 3 ફેબ્રુઆરી ના અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી 4 ફેબ્રુઆરી છે. તથા મતદાનની 16 ફેબ્રુઆરીના અને મતગણતરીની 18 ફેબ્રુઆરીના યોજાશે.

ઉલ્લેખનીય છે કે, ગત ધારાસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યુ હતુ. અને તેના કારણે ધારાસભામાં આપની એન્ટ્રી થઇ હતી. જો કે, ગઠબંધન કરવા છતા ભાજપે 182 માંથી 156 બેઠકોની ઐતિહાસિક બહુમતી મેળવી હતી. ત્યારે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં આ ગઠબંધન કેટલુ સફળ થાય છે. તે જોવાનુ રહ્યું.

ભાજપ માટે 66 પાલિકાઓ જીતવી પડકાર
ગુજરાત વિધાનસભામાં 162 ધારાસભ્યો ધરાવતા ભાજપ માટે 66માંથી 66 નગરપાલિકાઓ જીતવી મોટો પડકાર છે. વર્ષ 2018ની ચૂંટણીમાં 66માંથી માત્ર 42 પાલિકામાં જ ભાજપને વિજય મળ્યો હતો. 2018ની ચૂંટણીમાં ભાજપને 43.63% મત, કોંગ્રેસને 33.47% મત જ્યારે અપક્ષોને 18.14% મત મળ્યા હતા.

Tags :
Congress-AAP allianceElectiongujaratgujarat newslocal elections
Advertisement
Next Article
Advertisement