રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની માસિક પરીક્ષા લઇ પરિણામમાં ઇમ્પ્રુવમેન્ટ લાવો

05:46 PM Aug 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યો સાથે તા.06-08-2024ના રોજ મ્યુનિસિપલ કમિશનરઅને માધ્યમિક શિક્ષણ અને આનુષંગિક શિક્ષણ સમિતિના ચેરમેનએ રીવ્યુ મીટિંગ યોજી હતી. જેમાં પ્રેઝન્ટેશન દ્વારા શાળાની કામગીરી નિહાળી હતી તેમજ જે શાળામાં ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ નબળું છે તેવી શાળામાં માસિક પરીક્ષા લેવા અને પરિણામોમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા અંગે શાળાના આચાર્યને સુચના આપી હતી. આ રીવ્યુ મીટિંગમાં મ્યુનિસિપલ કમિશનરએ આચાર્યો પાસેથી શાળા વાઈઝ ધોરણ 10 અને ધોરણ 12ના બાળકોને આપવામાં આવતા શિક્ષણ અંગે સમીક્ષા કરી હતી.

વધુમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીને સન્માન કરી પ્રોત્સાહનના ભાગરૂૂપે ફોટા સાથે LEDમાં પ્રસિધ્ધ કરવા સુચન કર્યું હતું. રાજકોટ શહેરમાં કુલ-6 (R) રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કાર્યરત છે જેમાં (1) પી. એન્ડ રી. વી. શેઠ હાઈસ્કુલ, (2) સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલ, (3) મહારાણી લક્ષ્મીબાઈ ક્ધયા વિદ્યાલય, (4) મુરલીધર વિદ્યામંદિર-મવડી, (5) રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વીર સાવરકર વિદ્યાલય અને (6)એકનાથ રાનડે વિદ્યાલય શાળામાં ધોરણ 9 થી ધોરણ 12 સુધીના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે.

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બે જોડી ગણવેશ અને સ્કૂલ બેગ આપવામાં આવે છે અને બાળકોને પ્રવાસ પણ કરાવવામાં આવે છે. આ રીવ્યુ મીટિંગમાં મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, માધ્યમિક શિક્ષણ અને આનુષંગિક શિક્ષણ સમિતિના ચેરમેન રસીલાબેન સાકરીયા, વાઈસ ચેરમેન જીતુભાઈ કાટોળીયા, સભ્ય મિતલબેન લાઠીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સહાયક કમિશનર ડો. એન. કે. રામાનુજ તથા રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
gujaratgujarat newsresultsstudents
Advertisement
Next Article
Advertisement