તાજિયાના ઝુલૂસ વચ્ચે મોહરમ પર્વનું સમાપન
સદર સહિતના વિસ્તારોમાં નીકળેલા જુલૂસમાં ચોકારો, ધમાલે જગાવ્યું આકર્ષણ
બુધવારની સાંજથી મોડી રાત્રી સુધી શહેરના સંદર બજાર સહિતનાં વિસ્તારોમાં નિકળેલા તાજીયાના જુલુસ દરમિયાન મુસ્લિમ સમાજના આસ્થાળુ બિરાદરોએ મોકારો, ધમાલની કરેલી ઉજવણી સૌમાં આર્કષણ બની હતી. વિશાળ જનમેદની વચ્ચે ફરેલા જુલૂસ દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવતાં એક પણ જગ્યાએ કોઇ છત્રકલું કે અનિચ્છનિય બનાવ બન્યો ન હતો. શહેરનાં સદર, રામનાથપરા, જંગલેશ્ર્વર, બજરંગવાડી, જિલ્લા ગાર્ડન વિગેરે વિસ્તારોમાં જુલુસ નિકળ્યા હતા. જેમાં મુસ્લિમ યુવાનોએ ધમાલ, ચોકારો લઇને ભારે આકર્ષણ જગાવ્યું હતું. અંતે તમામ તાજિયા શહેરની જૂદી જૂદી દરગાહ, મસ્જિદોમાં તાજીયા ટાઢા કરાયા હતાં. શહેરમાં અનેક જગ્યાએ શબિલ, પ્રસાદના આયોજનનો હિન્દુ-મુસ્લિમ ભાઇ બહેનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આમ, મહોર્રમ પર્વનું શાંતિપૂર્ણ, શાનદાર સમાપન થયું હતું.