કોમ્પ્યુટર એન્જિનિયરીંગની છાત્રાએ બીમારીના વધુ પડતા ટીકડા ખાધા
શહેરમાં યાજ્ઞિક રોડ પર હોસ્ટેલમાં રહેતી કોમ્પ્યુટર એન્જિનિયરીંગની છાત્રાએ આજી ડેમ ચોકડી પાસે આવેલી ગર્વમેન્ટ પોલિટેનીક કોલેજ પાસે બિમારીના વધુ પડતાં ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ, મુળ જામખંભાળીયાની વતની અને હાલ યાજ્ઞીક રોડ પર ઈમ્પીરીયલ હોટલ પાસે હોસ્ટેલમાં રહી કોમ્પ્યુટર એન્જિનિયરીંગનો અભ્યાસ કરતી રિધ્ધી રાજેન્દ્રભાઈ કણજારીયા (ઉ.17) નામની છાત્રાએ ગઈકાલે બપોરે આજી ડેમ ચોકડી નજીક આવેલી ગર્વમેન્ટ પોલીટેકનીક કોલેજ પાસે તેની મગજની બિમારીની વધુ પડતી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં રિધ્ધી એક ભાઈ એક બહેનમાં મોટી અને તેના પિતા ખેતી કામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે. તેણીને મગજની બિમારી હોય જેની દવા ચાલુ હતી. તે દવાનો ઓવરડોઝ લઈ લેતાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
શાપરમાં મહિલાએ ભુલથી ઝેરી ટીકડા ખાધા શાપર વેરાવળમાં ભક્તિરામ સોસાયટી શેરી નં.3માં રહેતી મનીષાબેન જીતેન્દ્રભાઈ કોબીયા (ઉ.33) નામની મહિલાએ ગઈકાલે સાંજે પોતાના ઘરે ભૂલથી અનાજમાં નાખવાના ટીકડા ખાઈ લેતાં તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે શાપર પોલીસે વધુ તપાસ હાથધરી છે.