વાંકાનેરમાં રાજકોટ ડેરીના ચિલિંગ સેન્ટરમાં કોમ્પ્યુટર-કેમેરા સ્લજ ટેંકમાં ફેંકી દીધા
વાંકાનેરની અમરસર ફાટક નજીક આવેલ રાજકોટ ડેરીના શીત કેન્દ્રમાં રોજમદાર તરીકે નોકરી કરતાં આરોપી અલ્પેશભાઈ રતીલાલ જોલપરા (રહે. ગાયત્રી મંદિર પાસે, વાંકાનેર)એ ગત રવિવારના રોજ કોઇપણ કારણોસર શીત કેન્દ્રના લેબોરેટરી વિભાગમાં રાખેલ કોમ્પ્યુટર સિસ્ટમ, વજન કાંટાનું મોડ્યુઅલ, સીસીટીવી કેમેરા, યુપીએસ તથા નેટ માટેનું એન.વી.આર. સહિત કુલ રૂૂ. 1,45,000 નો સરસામાન શીત કેન્દ્રના સ્લજ ટેન્કમાં ફેંકી નષ્ટ કરી નુકસાની પહોંચાડતા આ મામલે શીત કેન્દ્રના મેનેજર અશ્વિનભાઇ રૈયાણી દ્વારા આરોપી સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઉપરોકત તમામ વસ્તુઓ તેણે શીતકેન્દ્રમાં આવેલ સ્લજ ટેંકમાં ફેકી દીધેલ હોવાનુ જણાવેલ, જેથી આ અમારા શીતકેન્દ્રમાં રોજમદાર તરીકે નોકરી કરતા અલ્પેશભાઈ રતીલાલ જોલપરા રહે, ગાયત્રી મંદીર પાસે, વાંકાનેર વાળાએ શીતકેન્દ્રની લેબોરેટરીમાં રાખેલ ઉપરોકત તમામ ચીજવસ્તુઓ કોઇપણ કારણસર લેબોરેટરીમાંથી લઇ જઇ સ્લજ ટેંકમા ફેંકી દઇ બગાડ નુકશાન કરેલ હોય જેથી હું, અશ્વિનભાઈ રૈયાણી તથા અશરફભાઇ કડીવાર અહીં પોલીસ ફરીયાદ નોંધવવા માટે આવેલ છીએ પોલીસખાતાએ ગુનો ભારતીય ન્યાય સહિતા અધિનીયમ-2023 ની કલમ-323,324(5) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂૂ કરેલ છે.