For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મિનિકુંભની પૂર્ણાહૂતિ: અંતિમ દિવસે ડીજેના તાલે સાધુ-સંતોએ ટ્રેક્ટરમાં બેસી રવેડી કાઢી

11:47 AM Mar 09, 2024 IST | Bhumika
મિનિકુંભની પૂર્ણાહૂતિ  અંતિમ દિવસે ડીજેના તાલે સાધુ સંતોએ ટ્રેક્ટરમાં બેસી રવેડી કાઢી

મિનિકુંભ તરીકે ઓળખાતા જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં યોજાયેલ ચાર દિવસના મહા શિવરાત્રીના મહામેળાની મધરાત્રે સાધુ-સંતોના શાહી સ્નાન બાદ વિધિવત પૂર્ણાહૂતિ થઇ હતી. રાત્રે તળેટીમાં નીકળેલી સાધુ-સંતોની ઐતિહાસિક રવેડીના દર્શન માટે શ્રધ્ધાળુઓની અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી. રાત્રે 12 વાગ્યે આ રવેડી મૃગીકુંડ પહોંચી હતી અને વિવિધ અખાડાઓના સાધુ-સંતોએ મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યા બાદ મહામેળાની પુર્ણાહુતિ થઇ હતી. આ મિનિકુંભમાં ચાર દિવસમાં અંદાજે વીસ લાખ ભાવીકોએ પુણ્યનું ભાથુ બાંધ્યુું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement